Get The App

વિદેશ જવાની ઘેલછામાં વિસનગરનો યુવક છેતરાયો, રૂ.23 લાખમાં બે ઠગબાજોએ ન્યૂઝીલેન્ડના નકલી વિઝા પધરાવી દીધા

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
વિદેશ જવાની ઘેલછામાં વિસનગરનો યુવક છેતરાયો, રૂ.23 લાખમાં બે ઠગબાજોએ ન્યૂઝીલેન્ડના નકલી વિઝા પધરાવી દીધા 1 - image

Mahesana News : વિદેશ જવાના ઘેલછામાં લોકો ઘણી વખત છેતરપિંડીનો ભોગ બનતા હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે મહેસાણા વિઝા કૌભાંડ સામે આવ્યું છે. જેમાં વિસનગરના એક યુવક સાથે ન્યૂઝીલેન્ડના વિઝા આપવાના બહાને બે શખ્સે લાખોની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ, મહેસાણાના વિસનગરના એક યુવક સાથે ન્યૂઝીલેન્ડના વર્ક પરમીટના બહાને રૂ.23.50 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં વિઝા હબ નામની ઓફીસમાં પટેલ બ્રધર્સે દ્વારા કૌભાંડ આચર્યું હોવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં 12 કલાક કામ કરનાર શ્રમિકો માટે '4 દિવસ કામ, 2 દિવસ સવેતન રજા'નો નવો કાયદો, 'કારખાના ધારા 2025' બિલ ગૃહમાં પસાર

ફરિયાદ મુજબ, દીક્ષિત પટેલ અને વિવેક પટેલ નામના બે શખ્સો દ્વારા યુવકને વિદેશના વર્ક પરમીટ વિઝા આપવાનું કહીને ખોટા વિઝા આપવામાં આવ્યા હતા. જેની જાણ યુવકને થતાં તેને આપેલા લાખો રૂપિયા પરત માંગતી આરોપીઓએ પૈસા પરત આપવાનો ઈનકાર કર્યો હતો. સમગ્ર મામલે વિસનગર પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.