પેંડાના શોખીને ચેતજો! ભાવનગરના સિહોરમાંથી નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ, સંચાલકની ધરપકડ

| પ્રતિકાત્મક તસવીર |
Bhavnagar News : ગુજરાતમાં ઘણી જગ્યાએ ખાણી-પીણીની બનાવટી વસ્તુ ઝડપાતી હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે પેંડાના શોખીને ચેતી જજો. ભાવનગર સિહોરમાંથી નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ફૂડ વિભાગની ટીમે 1220 કિલોગ્રામ નકલી દૂધનો માવો કબજે કરી સંચાલકની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરના સિહોરમાં દેવગાણા વિસ્તારમાં આવેલી ફેક્ટરી ખાતે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાં ફેક્ટરીમાં માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવો નકલી દૂધનો માવો મળી આવ્યો હતો.
સમગ્ર મામલે ફૂડ વિભાગની ટીમે નકલી નકલી દૂધનો માવો સહિત 2.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફેક્ટરીના સંચાલક કલ્પેશ બરૈયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

