Gujarat

સાબરમતી નદી પરના મહત્ત્વકાંક્ષી રિવરફ્રન્ટનું 7 તબક્કામાં વિસ્તરણ, ગિફ્ટસિટી પછી ન્યૂ ગાંધીનગર સુધી જશે

By GS Team
22 Dec 20232 mins read
This article was originally published on 22 Dec 2023
TukuTouch Logo
અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે બનાવેલા રિવરફ્રન્ટને બીજા તબક્કાના પ્રોજેક્ટ તરીકે ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરમતી નદી પરના મહત્ત્વકાંક્ષી રિવરફ્રન્ટનું 7 તબક્કામાં વિસ્તરણ, ગિફ્ટસિટી પછી ન્યૂ ગાંધીનગર સુધી જશે

ગાંધીનગર, શુક્રવાર

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે બનાવેલા રિવરફ્રન્ટને બીજા તબક્કાના પ્રોજેક્ટ તરીકે ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે. ખાસ કરીને ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટને પહોંચાડવામાં ચાર અને ગાંધીનગર સુધી બાકીના ત્રણ તબક્કાને આવરી લેવામાં આવ્યા છે. પ્રાથમિક તબક્કે 1300 કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

શોભા ગ્રુપ આ પ્રોજેક્ટમાં 1000 કરોડનું રોકાણ કરશે 

પહેલા તબક્કામાં આંબેડકર બ્રિજ-ડફનાળા આવે છે અને તે અત્યારે ઓપરેશન સ્થિતિમાં છે. બીજા તબક્કામાં 4.5 કિલોમીટર આવરી લેવામાં આવ્યા છે જે ડફનાળાથી ઇન્દિરાબ્રિજ સુધીના છે. આ તબક્કાના કામનો પ્રારંભ થયો છે, જ્યારે ત્રીજા તબક્કામાં આ રિવરફ્રન્ટ ઇન્દિરા બ્રિજ થી નર્મદા કેનાલ સુધી આવશે. જેની લંબાઇ 4 કિલોમીટરની છે. વાયબ્રન્ટ સમિટ પછી તેનું કામ શરૂ થશે. દુબઇ સ્થિત શોભા ગ્રુપ આ પ્રોજેક્ટમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ચોથા તબક્કામાં પીડીપીયુ બ્રિજ થી શાહપુર બ્રિજ (ગિફ્ટ સિટી) ને આવરી લેવાશે. આ તબક્કામાં 4.5 કિલોમીટર આવે છે જેનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને અઢી વર્ષમાં પૂર્ણ થશે, જ્યારે 5થી 7 તબક્કા હવે પછી જાહેર કરવામાં આવશે, કે જે ન્યૂ ગાંધીનગરના વિસ્તારને સાંકળી લેશે.

નદીકાંઠાની બન્ને બાજુએ ચાર ઘાટનું નિર્માણ 

ફેઝ-2માં રહેણાંક, વાણિજ્યિક, ગ્રીન પાર્ક, રોડ નેટવર્ક આવે છે, જે હાલના ભાગ કરતાં વધુ હરિયાળો હશે. નદીમાં પાણીનું સ્તર જળવાઇ રહે તે માટે બેરેજ કમ બ્રિજ બનાવાશે. ગાંધીનગરમાં 9.3 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ શરૂ કરવા માટે પ્રથમ તબક્કે 354 કરોડનો ખર્ચ અંદાજ્યો છે. પ્રથમ તબક્કે પીડીપીયુ, ગિફ્ટ સિટી અને શાહપુર બ્રિજ સુધીના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં ઉંચી દિવાલો હશે અને નદીકાંઠાની બન્ને બાજુએ ચાર ઘાટનું નિર્માણ થશે.

ગાંધીનગરના નાગરિકોને મળશે નવી સુવિધા

ગિફ્ટ સિટીના રિવરફ્રન્ટ પાસે જે ઘાટ બનાવવામાં આવશે તેમાં કોંક્રીટ નહીં પણ કુદરતી ટોપોગ્રાફીનો ઉપયોગ કરવાનું સૂચન સરકારે સ્વિકાર્યું છે. ગાંધીનગરના રિવરફ્રન્ટના સાત તબક્કામાં રાયસણ, રાંદેસણ, ધોળેશ્વર મહાદેવ સહિતનો વિસ્તાર આવી જશે. હાલ અમદાવાદ રિવરફ્રન્ટ ફેઝ-૨ માટે ઈન્દિરા બ્રિજ સુધી કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં ગિફ્ટ સિટી પાસે રિવરફ્રન્ટની બનતા ગાંધીનગરના નાગરિકોને નવી સુવિધા મળશે.

ત્રીજા તબક્કામાં રિવરફ્રન્ટ નર્મદા કેનાલ સુધીના ચાર કિલોમીટરને આવરી લેશે, જેનું નિર્માણ કાર્ય વાયબ્રન્ટ સમિટ પછી શરૂ થશે

ગિફ્ટ સિટીના રિવરફ્રન્ટની ટાઇમલાઇન...

કુલ લંબાઈ: 70+ કિમી (35+35)

કુલ 7 તબક્કાનો પ્રોજેક્ટ

તબક્કો-1

સ્થાન: આંબેડકર બ્રિજ ડફનાળા

લંબાઈ: 23 કિમી (11.5 + 11.5)

સ્થિતિ: ઓપરેશનલ

તબક્કો-2

સ્થાન: ડફનાળા   ઈન્દિરા બ્રિજ

લંબાઈ: 11 કિમી (5.2+5.8)

સ્થિતિ: નિર્માણાધીન

તબક્કો પૂર્ણ: 2025

તબક્કો-3

સ્થાન: ઈન્દિરા બ્રિજ નર્મદા કેનાલ

લંબાઈ: 8 કિમી (4+4)

સ્થિતિ: વાઈબ્રન્ટ સમિટ પછી કામ શરૂ થશે

તબક્કો-4

સ્થાન: PDPU બ્રિજ થી શાહપુર બ્રિજ (ગિફ્ટ સિટી)

લંબાઈ: 9 કિમી (4.5+4.5)

સ્થિતિ: ટૂંક સમયમાં કામ શરૂ થશે

છેલ્લી તારીખ: 2.5 વર્ષ

તબક્કો-5,6,7 આગામી વર્ષોમાં થશે.