Gujarat

વડોદરા ના બાગ બગીચાઓમાં એક કરોડના ખર્ચે કસરતના સાધનો ફીટ કરાશે

By GS Team
5 Jan 20221 min read
This article was originally published on 5 Jan 2022
વડોદરા ના બાગ બગીચાઓમાં એક કરોડના ખર્ચે કસરતના સાધનો ફીટ કરાશે

- કેટલાક સાધનો જુના થયા હોવાથી બદલવામાં આવશે

- સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજુ

વડોદરા, તા. 05

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના બાગ-બગીચામાં આવતા લોકો માટે કસરતના તથા રમતગમતના સાધનો ફીટ કરવામા આવશે. આ માટે એક કરોડના ખર્ચની મર્યાદામાં કામગીરી થશે .સ્ટેન્ડિંગ કમિટીમાં આ માટેની એક દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આશરે 117થી વધુ બાગ બગીચા બનાવવામાં આવેલા છે .હજુ પણ નવા બની રહ્યા છે.  બગીચાઓમાં સવાર-સાંજ ચાલવા આવતા નાગરીકો ની સંખ્યા ખૂબ વધુ રહે છે જેઓ ચાલવાની સાથે સાથે ફિઝિકલ ફિટનેસ ઉપર પણ ધ્યાન આપતા હોવાથી બાગ-બગીચામાં ફીટ કરવામાં આવેલા કસરતના સાધનો પણ ઉપયોગ કરે છે. કેટલાક સાધનો જુના થયા હોવાથી બદલવા પડે છે અથવા તો નવા પણ બેસાડવાના રહે છે.   કસરતના સાધનો અને બગીચામાં આવતા બાળકોના મનોરંજન માટે રમત-ગમતના સાધનોનો એક કરોડના ખર્ચની મર્યાદામાં વાર્ષિક કોન્ટ્રાક્ટ કરવામાં આવશે. આ માટે એક કોન્ટ્રાક્ટર નું  25.90 ટકા ઓછા ભાવનું ટેન્ડર મંજુર કરવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત મૂકવામાં આવી છે . પાર્કસ એન્ડ ગાર્ડન માટે કામગીરી કરવા વર્ષ 2018- 19 ની   સ્વર્ણિમ ગ્રાન્ટ પેટે આ કામગીરી નો ખર્ચ કરવામાં આવશે.