અમરાઇવાડીમાં એસટી બસની ટક્કરથી યુવકનું સ્થળ ઉપર મોત
પૂર્વ વિસ્તારમાં અકસ્માતમાં મોત, હિટ એન્ડ રનના વધતા બનાવો
માથામાં ગંભીર ઇજા થતાં હેમરેજથી મોત થયું

અમદાવાદ,બુધવાર
પૂર્વ વિસ્તારમાં બેફામ વાહન હંકારવાના કારણે અકસ્માતમાં મોત અને હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. ગઇકાલે સાંજે અમરાઇવાડીમાં ચાલતા રહી રહેલા યુવકનું ન્યું કોટન ચાર રસ્તા પાસે એસટી બસની ટક્કરથી સ્થળ ઉપર મોત થયું હતું. યુવકને માથામાં ગંભીર ઇજા થવાના કારણે લોહી લુહાણ થયો હતો હેમરેજના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવક નાસ્તો લેવા માટે ગયો અને ગોમતીપુર તરફથી આવતી એસટી બસના ડ્રાઇવરે ટક્કર મારતાં માથામાં ગંભીર ઇજા થતાં હેમરેજથી મોત થયું
અમરાઇવાડી વિસ્તારમાં રહેતા યુવકે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના નાનાભાઇ ગઇકાલે સાંજે ચાલતા ચાલતા નાસ્તો લેવા માટે જઇ રહ્યા હતા. આ સમયે ન્યું કોટન ચાર રસ્તા પાસે મેટ્રો બ્રિજ નીચેથી પસાર થઇ રહ્યા હતા. જ્યાં ગોમતીપુર, રખિયાલ બાજુથી પૂર ઝડપે એસટી બસ આવી રહી હતી.
એસટીના ડ્રાઇવરે બસના સ્ટિંયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા યુવકને ટક્કર મારી હતી જેના કારણે યુવકને માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં લોહી લુહાણ થયા હતા. માથામાં ગંભીર ઇજાથી હેમરેજ થવાના કારણે સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

