કોરોના સમયથી ધમકી આપીને સાવકા પિતા કિશોરી સાથે દુષ્કર્મ આચરતો
નારોલમાં દિકીરીએ જ મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરી સાવકા પિતાના કાળા કરતૂતની જાણ કરી
દિકરી ઉપર નજર બગાડીને અવાર નવાર કૂકર્મ અનેશારિરીક અડપલાં કરતો

અમદાવાદ, બુધવાર
નારોલમાં પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં માતા નોકરી જતી ત્યારે સાવકા પિતા કિશોર વયની દિકરીને ધાક ધમકી આપીને અવાર નવાર દૂષ્કર્મ આચરતો હતો. આખરે કંટાળીને દિકરીએ મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરીને પોલીસ બોલાવી હતી પોલીસ તપાસમાં કોરોના સમયથી પિતા દિકરીનું શારિરીક શોષણ કરતો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે સાવકા પિતા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
માતા નોકરી જતી ત્યારે સાવકા પિતા દિકરી ઉપર નજર બગાડીને અવાર નવાર કૂકર્મ અનેશારિરીક અડપલાં કરતો
નારોલ વિસ્તારમાં રહેતી અને મજૂકી કામ કરતી ૪૦ વર્ષની મહિલાએ નારોલ પોલીસ પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા પ્રથમ પતિ છોડીને જતા રહેતા મહિલાએ બીજી વખત લગ્ન કર્યા હતા તેમના થકી સંતાનમાં બે દિકરી હતી પરંતુ પતિ પણ અવસાન પામ્યા હતા જેથી મહિલાએ નારોલમાં ત્રીજા લગ્ન કર્યા હતા બાળકો સાથે દસ વર્ષથી મહિલા પતિ અને પત્ની તરીકે રહેતા હતા.
ગઇકાલે સાંજે મહિલા નોકરીથી ઘરે આવી ત્યારે તેમની ૧૨ વર્ષની દિકરી તેના પતિને ફોેન પરથી ફોેન ઉપર વાત કરતી જેથી મહિલાએ દિકરીને પૂછતાં તેણે કહ્યું કે મારા સાવકા પિતા કોરોના સમયથી ધાક ધમકી આપીને મારી સાથે અવાર નવાર દુષ્કર્મ આચરતા હતા ગઇકાલે બપોરે ખોળામાં બેસાડીને શારિરીક અડપલાં કરતા હતા. આ ઘટના અંગે નારોલ પોલીસે સાવકા પિતા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

