શિક્ષણમાંથી નીકળી ગયા સંગીતના સૂર અને પ્રજ્ઞાાચક્ષુઓ થયા રોજગારીથી દૂર
વર્ષ ૨૦૧૦થી વિષય તરીકે સંગીતને કાઢી નાખતા હજારો પ્રજ્ઞાાચક્ષુ સંગીતજ્ઞા બેરોજગાર બન્યા ઃ સંગીતને વિષય તરીકે ફરી સ્થાન આપવા માંગ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
યોગ દિવસની સાથે જ આખા વિશ્વએ સંગીત દિવસની પણ ઉજવણી કરી. સંગીત, મનોરંજન સિવાય એક થેરાપી તરીકે પણ સ્વીકાર્ય થઇ ચુક્યુ છે
ત્યારે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૦થી સંગીતને પ્રાઇમરી-સેકન્ડરી માંથી બાકાત કરી
નાખ્યુ છે. આનાથી સંગીતને તો નુકશાન છે જ પણ મુખ્યત્વે પ્રજ્ઞાાચક્ષુઓ વધુ પરેશાન
થયા છે. કારણ કે પ્રજ્ઞાાચક્ષુઓમાં કુદરતી સંગીતનું જ્ઞાાન ખુબ સારૃ હોય છે અને તે
અન્યને પણ સારી રીતે પહોંચાડી શકે છે પણ હવે જ્યારે સંગીત વિષય જ નથી એટલે તેમની
જન્મજાત ગણઆતી આવડત રોજગારી નથી આપી શકતી.
સુરતમાં રવિવારે દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે નેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઇન્ડ સંસ્થાની
શાખાનું ઉદ્ધાટન સુપ્રિમ કોર્ટના સિનિયર એડવોકેટ એસ.કે.રૃંગટા દ્વારા કરવામાં આવ્યુ.
આ સંસ્થા નેત્રહીનોને યોગ્ય શિક્ષણ અને રોજગાર મળી રહે તે માટે કામ કરશે. સંસ્થાના
રાષ્ટ્રીય મહાસચીવ એસ.કે.રૃંગટાએ કહ્યુ હતું કે સરકાર તરફથી અંધજનોને જે લાભ મળવા જોઇએ
તે મળતા નથી. ખાસ કરીને વિકલાંગધારાનું અમલીકરણ હજુ સુધી થઇ શક્યુ નથી. વર્ષ-૨૦૧૬માં
દેશમાં ગુજરાત સરકારે સૌપ્રથમ વિકંલાગધારાની જાહેરાત મોટા ઉપાડે કરી હતી પણ તેનો અમલીકરણ
થઇ શક્યો નથી. જેનું જલ્દી અમલીકરણ થાય એ જરૃરી છે. સરકારે વિવિધ જાતીઓ માટે નીગમ બનાવ્યા
છે. રાજ્યામાં ૧૧ લાખથી વધુ દિવ્યાંગો છે તેમના માટે પણ દિવ્યાંગ નિગમ બનવુ જોઇએ. રાજ્યશાખાના
મુખ્ય સચીવ દેવયાની ઠાકોરે કહ્યુ કે એખતરફ સરકાર સંસ્કૃતિ જતનની વાતો કરે છે અને એની
પાછળ કેટલાય રૃપિયા પણ ખર્ચે ત્યારે સંસ્કૃતિનું અભિન્ન અંગ એવા સંગીતને પ્રાઇમરી-સેકન્ડરીમાંથી
બાકાત કરી નાખતા અંધજનો સાથે અન્યાય કર્યો છે. મહત્વની વાત એ છે બોર્ડની પરીક્ષામાં
ગૌણ વિષય તરીકે સંગીત વિષય છે પણ શિક્ષક નથી. ટાટ અને ટેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં
પણ સંગીતની પરીક્ષા છે ત્યારે સરકાર આ બાબતે પુન વિચારણા કરી સંગીતને વિષય તરીકે સ્થાન
આપે એ પણ પ્રજ્ઞાાચક્ષુઓ માટે લાભકર્તા રહેશે. આ ઉપરાંત આસી. ફિઝીયોથેરાપીસ્ટ પર પણ
લગાવેલી રોક દૂર કરવામાં આવે. કોઇ વચ્ચેનો રસ્તો સરકાર લાવે. અંધજન શાળાઓમાં પણ શિક્ષકોની
ઘટ છે અને આ સિવાય પણ તેઓની ઘણી માંગ છે જે બાબતે મુખ્યમંત્રી અને રાજ્યપાલને તેઓએ
રજૂઆત કરી છે.
બોક્સ
એસટીડી બૂથ ગયા અને રોજગારી પણ ગઇ
જ્યારે મોબાઇલ ફોન હાથવગા ન હતો ત્યારે એસટીડી બૂથ અંધજનો માટે આશીર્વાદરૃપ
હતાં. મોબાઇલના આગમથી એસટીડી બૂથ નીકળી જતા, બૂથ પર
કામ કરતા પ્રજ્ઞાાચક્ષુઓ બેરોજગાર થઇ ગયા હતાં. સરકારે જો ત્યારે એની જગ્યાએ
રોજગારીની બીજી સુવિધા ઉપલબ્ધ કરી હોત તો હજારો અંધજનોને બેરોજગાર થવાનો વારો ન
આવત.
બોક્સ
મ્યુઝિક ન વાગ્યુ તો તાળીઓ મ્યુઝિક થઇ ગઇ
ઉદ્ધાટના કાર્યક્રમમાં એક પ્રજ્ઞાાચક્ષુ બહેન તેમની દેશભક્તિ રચના પ્રસ્તુત
કરી રહ્યા હતા. પણ મ્યુઝિક સીસ્ટમ ખરાબ થઇ જતા ગીત ગાનાર બહેને વિના સંગીતે જ
દેશભક્તિ ગીત ગાયુ હતુ અને સામે બેઠેલા સુજ્ઞા લોકોએ મ્યુઝિકની કમી ન પડે માટે તાલબદ્ધ તાળીઓ વગાડી હતી. જરા યાદ કરો
કુરબાની ગીત તાળીઓના સંગીતના સથવારે વધુ ભવ્ય થઇ ગયુ હતું.

