જામનગરમાં ફેરિયાના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liqour Raid : જામનગરમાં લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતા એક ફેરિયાના રહેણાક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ફેરીયાની અટકાયત કરી છે. આ ઉપરાંત શહેરમાંથી અન્ય બે શખ્સોને ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવા અંગે ઝડપી પાડ્યા છે.
જામનગરમાં લાલવાડી આવાસમા રહેતો અને પરચુરણ માલ સામાનની ફેરી કરતો દિલીપ ઉર્ફે ગૌતમ સત્યપાલ અચડા નામના યુવાન, કે જેણે પોતાના ઘરમાં ઇંગ્લિશ દારૂ ઉતાર્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સિટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો.
જે દરોડા આરોપીના મકાનમાંથી 25 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ઇંગ્લિશ દારૂ કબજે કરી લઈ આરોપી ફેરિયાની પણ અટકાયત કરી લીધી છે.
આ ઉપરાંત જામનગર શહેરમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા જગદીશ ઉર્ફ બાટવા વિશનદાસ ગજરા તેમજ રિયાઝ હારુનભાઈ દરજાદા નામના બે શખ્સોને પણ પોલીસે ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે ઝડપી લીધા છે. તે બંને સામે પણ દારૂબંધી ભંગ અંગેના ગુન્હા નોંધવામાં આવ્યા છે.








