Gujarat

ટેસ્લાના માલિક ઇલોન મસ્ક ટાઇમ પર્સન ઓફ ધ યર 2021 બન્યા

By GS Team
13 Dec 20212 mins read
This article was originally published on 13 Dec 2021
ટેસ્લાના માલિક ઇલોન મસ્ક ટાઇમ પર્સન ઓફ ધ યર 2021 બન્યા

વોશિંગ્ટનઃ ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા અને રોકેટ કંપની સ્પેસેક્સના સ્થાપક ઇલોન મસ્કનું નામ સોમવારે ટાઇમ  પર્સન ઓફ ધ યર 2021 તરીકે જાહેર કરાયું હતું. અગાઉ આ ટાઇટલ અમેરિકન પ્રમુખ જો બાઇડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસને આપવામાં આવ્યું હતું. ધ હોલિવૂડ રિપોર્ટરના એડિટર-ઇન-ચીફ અને સીઇઓ એડવર્ડ ફેલ્સેન્થલએ તેના એડિટર લેટરમાં મસ્કને  પસંદ કરવા અંગે વાત કરી હતી.

વિશ્વનો સૌથી ધનવાન વ્યક્તિ અને હવે ટાઇમ પર્સન ઓફ ધ યર મસ્ક સમાજમાં થઈ રહેલા ફેરફારોનું પ્રતિબિંબ પાડે છે

તેમણે લખ્યું હતું કે પર્સન ઓફ ધ યર તે વ્યક્તિ હોય જેનો પ્રભાવ હોવો જોઈએ. આજે પૃથ્વી પર મસ્ક જેવી વ્યક્તિ ગણીગાંઠી હશે. 2021માં મસ્ક ફક્ત સૌથી સમૃદ્ધ વ્યક્તિ તરીકે જ ઉભરી આવ્યા છે તેવું નથી પણ આપણા સમાજમાં પણ જે રીતના ફેરફારો થઈ રહ્યા છે તેના પ્રતીક તરીકે ઉભરી આવ્યા છે.

વર્ષ ૨૦૨૧મમાં કરવામાં આવેલી જાહેરાત ટાઇમ માટે તેની પર્સન ઓફ ધ યર બ્રાન્ડનું વિસ્તરણ છે. આ ઉપરાંત તે એન્ટરટઇનર ઓફ ધ યર અને એથ્લીટ ઓફ ધ યર અને હીરોઝ ઓફ ધ યરની પણ તે જાહેરાત કરી ચૂકી છે.

સિંગર-સોંગ રાઇટર ઓલિવિયા રોડ્રિગો એન્ટરટેઇનર ઓફ ધ યર, જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સ એથ્લીટ ઓફ ધ યર અને વેક્સિન સાયન્ટિસ્ટસ અને મિરેકલ ઓફ એમઆરએનએ  હીરોઝ ઓફ ધ યર બન્યા છે.

૨૦૧૮માં સેલ્સફોર્સના સીઇઓ માર્ક બેનિઓફ અને તેમની પત્ની લિની બેનિઓફે  હસ્તગત કર્યા પછી ટાઇમ નવી કેટેગરીઓમાં વિસ્તરણ કરી રહ્યું છે. 2019માં ટાઇમે તેના ટાઇમ હન્ડ્રેડ લિસ્ટનું મોટી ઇવેન્ટમાં વિસ્તરણ કર્યુ હતું.