તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન! લીમખેડામાં રોડ બનાવ્યો પણ વીજપોલ હટાવવાનું ભૂલી ગયા, અકસ્માતની સંભાવના
Dahod News : દાહોદના લીમખેડા તંત્રની ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં માર્કેયાર્ડથી ચોપાટપાલ્લી, મોટામાળ અને ગોરીયા તરફ જતો રોડ ટૂ લેનનો કરાયો, પરંતુ હાથીધરા ગામે રોડની વચ્ચો વચ્ચ રહેલા ઇલેક્ટ્રિક પોલને કાઢવાનું તંત્ર ભૂલી ગઈ. તંત્રની બેદરકારીથી અકસ્માતની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે.
મળતી માહિતી મુજબ, લીમખેડામાં માર્કેટયાર્ડથી ગોરિયા તરફનો સિંગલપટ્ટીનો રોડ ટૂ લેનનો બનાવાયો હતો. જેમાં કોઈપણ પ્રકારે લેવલ કર્યા વગર ફક્ત મેટલ પાથરી દેવાયું હોવાનું સામે આવ્યું છે. રોડ બનાવાની કામગીરીમાં ઈલેક્ટ્રિક વીજપોલ નીકાળ્યો ન હોવાથી પરીવહન કરતાં લોકોમાં અકસ્માતનો ભય રહે છે.
આ પણ વાંચો: મહીસાગરના લુણાવાડામાં જનરલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર અઠવાડિયાથી બંધ, દર્દીઓને હાલાકી
રસ્તાની વચ્ચો-વચ્ચ ઈલેક્ટ્રિક પોલના સ્થાનિકો સહિત રાહદારીઓને સાવચેત રાખવા માટે કોઈ પ્રકારે રિફ્લેક્શન લાઈટ કે સાઈન બોર્ડ પર લગાવામાં આવ્યું ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે. જ્યારે રાત્રિના સમયે ઈલેક્ટ્રિક પોલથી ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. આ ઉપરાંત, અકસ્માતની સર્જાય તો નજીકના રહેણાંક વિસ્તારોના ઘરોમાં વીજપોલનો વાયર પડવાથી શોર્ટસર્કિટ થઈ શકે છે, જેથી સ્થાનિકોને જાનહાનિ થઈ શકે છે. પરંતુ રસ્તા વચ્ચે ઈલેક્ટ્રિક પોલ રાખીને બુદ્ધિનું પ્રદર્શન કર્યુ છે.