Get The App

સુરત જિલ્લા વકીલની મંડળની તા.17 ડિસેમ્બરેે ચૂંટણીઃ દાવેદારો એક્ટિવ થયા

પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી તથા ખજાનચીપદ માટે ગણિત માંડવાનું શરૃ ઃ 5000 મતદારો પૈકી 1700 મહિલા મતદાર

Updated: Nov 19th, 2021


Google NewsGoogle News


સુરત જિલ્લા વકીલની મંડળની તા.17 ડિસેમ્બરેે ચૂંટણીઃ દાવેદારો એક્ટિવ થયા 1 - images

સુરત

પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી તથા ખજાનચીપદ માટે ગણિત માંડવાનું શરૃ ઃ 5000 મતદારો પૈકી 1700 મહિલા મતદાર

સુરત જિલ્લા વકીલ મંડળના આગામી વર્ષના હોદ્દેદારો માટે આગામી તા.17 ડીસેમ્બરે જાહેર થયેલા ચુંટણીના પગલે ભાવિ દાવેદારોમાં ચુંટણીનું ગઠજોડનો ધમધમાટ શરૃ થવા પામ્યો છે.વન બાર વન વોટના નિયમ મુજબ હાલમાં સુરત જિલ્લા વકીલ મંડળમાં અંદાજે 5 હજાર જેટલા વકીલો નોંધાયા છે. જે પૈકી 1700 મહીલા વકીલો  છે.

કોરોનાકાળને લીધે દોઢ-બે વર્ષથી ચૂંટણી યોજાઇ નહોતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સુરત સહિત તમામ જિલ્લા-તાલુક મંડળોના હોદ્દેદારોની ટર્મ લંબાવી હતી. હવે વર્ષ-2021-22માટે સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. તા.17 ડિસેમ્બરે મતદાન યોજાશે.તા.1 ડિસ.થી તા.3 ડિસેમ્બર દરમિયાન ઉમેદવારીપત્ર ભરાશે, તા.4એ ફોર્મ ચકાસણી અને તા.6ઠ્ઠીએ ફોર્મ પરત ખેંચી શકાશે.

ચૂંટણીમાં ઉમેદવારી માટે દસેક દિવસ બાકી છે ત્યારે ચૂંટણી લડવા ઇચ્છુકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવાનું શરૃ કરી દીધું છે. પ્રમુખ પદ માટે હાલમાં સીનીયર એડવોકેટ રમેશ વી.કોરાટ, રમેશ શિંદે તથા દિપક કોકસે દાવેદાર છે. ઉપપ્રમુખ પદ માટે રાજેશ બારૈયા, મંત્રી પદ માટે ગત્ વર્ષે થોડા જ માર્જીનથી જીતથી દુર રહેલા ચૈતન્ય પરમહંસ તથા હિમાંશુ પટેલે દાવેદારી નોંધાવી છે. જ્યારે  સહમંત્રી તરીકે હિતેન શિંગાળા અને નેવીલ બકરીયાએ ચૂંટણી લડવાની નેમ જાહેર કરી છે. જોકે, ખજાનચી પદ માટે હજુ કોઇ દાવેદાર સામે અવ્યા નથી. દાવેદારોએ પેનલ બનાવવા સહિત ગઠજોડનું ગણિત માંડીને ચુંટણી પ્રચાર શરૃ કરી દીધો છે.

બીજી તરફ વન બાર વન વોટના નિયમ મુજબ સુરત બાર એસો.ના નોંધાયેલા મતદારોની સંખ્યા અંદાજે 5 હજાર જેટલી છે. જેમાંથી 1700 મહીલા વકીલોનો સમાવેશ થાય છે. જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મહીલા વકીલોએ બાર એસો.ના હોદ્દેદારોમાં મહીલા પ્રતિનિધિત્વની માંગ મક્કમ રાખીને ચુંટણી લડવાની પણ તૈયારી દર્શાવી છે.

 

 

 

 

suratcourt

Google NewsGoogle News