પાણીના પ્લાન્ટ ઉપર કામ કરતા વીજ કરંટ લાગતા યુવકનું મોત
નારોલમાં ઉમંગ ચાર રસ્તા પાસે જાહેરમાં બનેલી ઘટના
સારવાર દરમિયાન અડધા કલાકમાં જ મોત

અમદાવાદ, બુધવાર
નારોલમાં ઉમંગ ચાર રસ્તા પાસે જાહેરમાં પાણીના પ્લાન્ટની કામગીરી કરતી વખતે શ્રમજીવી યુવકને વીજ કરંટ લાગ્યો હતો. ગંભીર હાલતમાં સારવાર દરમિયાન અડધા કલાકમાં જ મોત થયું હતું. આ બનાવ અંગે નારોલ પોલીસે અક્સ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગંભીર હાલતમાં યુવકનું એલ.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન અડધા કલાકમાં જ મોત
મૂળ રાજસ્થાનના વતની અને સીટીએમ પાસે જોગેશ્વર પાર્ક રોડ ઉપરની સોસાયટીમાં સંબંધીના ઘરે રહેતા યુવક તા.૨૦ના રોજ ઉંમગ ટાવર સામે હનુમાનજી મંદિરની બાજુમાં ઉમંગ ચાર રસ્તા પાસે પાણીના પ્લાન્ટ ઉપર મજૂરી કામ કરતા હતા. આ સમયે અચાનક વીજ કરંટ લાગ્યો હતો.
જેથી ગંભીર હાલતમાં સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અડધા કલાકમાં જ યુવકનું મોત થયું હતું. આ ઘટના અંગે નારોલ પોલીસે અક્સ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

