ઈદ-એ-મિલાદ નિમિત્તે અમદાવાદમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 1500 લોકોએ કર્યું રક્તદાન
Ahmedabad Vatva News : અમદાવાદના વટવા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી સક્રિય 'વટવા ક્લીન એન્ડ ગ્રીન ફાઉન્ડેશન' દ્વારા દર વર્ષની જેમ પયગમ્બર સાહેબના જન્મદિવસ ઈદ એ મિલાદના અવસરે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને ભારે ઉત્સાહ સાથે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કર્યું હતું.
1500 લોકોએ કર્યું રક્તદાન
મળતી માહિતી અનુસાર વટવા વિસ્તારમાં આવેલી એક સ્કૂલના પરિસરમાં આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સિવિલ બ્લડ બેન્ક, એસવીપી બ્લડ બેન્ક, રેડ ક્રોસ સોસાયટી અને ક્લિન એન્ડ ગ્રીન ફાઉન્ડેશનના લોકો આયોજનમાં જોડાયા હતા. જેમાં ઈદ-એ-મિલાદના અવસરે મુસ્લિમો સહિત તમામ ધર્મના 1500થી વધુ લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મદદરૂપ થયા હતા.