યોગ પ્રત્યે જાગૃતિનો પ્રયાસ : વડોદરામાં મહિલાઓ કરી રહી છે નિયમિત યોગ

Vadodara : વડોદરાના અટલાદરા સનફાર્મા રોડ પર આવેલ નારાયણ ઓર્બીસ સોસાયટીની બહેનો દ્વારા પ્રધાનમંત્રીની પ્રેરણાથી સોસાયટીના પ્રાંગણમાં નિયમિત યોગ કાર્યક્રમ કરવામાં આવે છે. વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે આજે પણ મહિલાઓ દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. યોગ પ્રત્યે જાગૃતિ માટે મહિલાઓ અન્યને પ્રેરણાઓ પૂરી પાડી રહી છે.
અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, યોગના મામલે ભારત વિશ્વમાં ગુરુ છે. યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 21 જૂનના રોજ વિશ્વભરમાં ઉજવણી થાય છે. જેનો ઉદ્દેશ યોગના ફાયદાઓ વિશે જાગૃતિ અને વૈશ્વિક સ્તરે યોગાને પ્રોત્સાહિત કરવાનો છે. વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ સ્થળો ઉપર સામૂહિક યોગા અભ્યાસનું આયોજન કરાયું છે.

