Get The App

શું આ રીતે ભણશે ગુજરાત? 8 વર્ષમાં 525 સરકારી શાળાઓને ખંભાતી તાળા વાગ્યા

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
શું આ રીતે ભણશે ગુજરાત?  8 વર્ષમાં 525 સરકારી શાળાઓને ખંભાતી તાળા વાગ્યા 1 - image


Gujarat State Govt Schools Shutdown: ભણશે ગુજરાત, વાંચશે ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે પણ વાસ્તવમાં ગુજરાતમાં સરકારી શિક્ષણની અવદશા છે કેમકે, ખુદ સરકાર-શિક્ષણ વિભાગ જ ખાનગી શિક્ષણને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપી રહ્યુ છે. આ કારણોસર ગુજરાતમાં સરકારી શાળાઓના પાટિયા પડી રહ્યા છે, અને બીજી બાજુ ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે.

525 શાળાઓને તાળાં

એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં છેલ્લાં આઠેક વર્ષમાં જ 525 સરકારી શાળાઓને ખંભાતી તાળાં વાગ્યા છે. આ ઉપરાંત ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની સંખ્યા નહિંવત હોવાના બહાને 5912 સરકારી શાળાઓને બંધ કરવાની ફિરાકમાં છે. જે રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી હોવાનું ચિત્ર દર્શાવે છે. 

સુવિધાના અભાવે ખાનગી શાળાઓ તરફ દોટ

સરકારી શાળાઓમાં યોગ્ય સુવિધાઓ અને શિક્ષણના અભાવે લોકો ઊંચી ફી હોવા છતાં ખાનગી શાળાઓ તરફ દોટ માંડી છે. ડોનેશન આપવા મજબૂર બની રહ્યા છે. આ સ્થિતિથી વાકેફ સરકારની શાળાઓમાં ચિત્ર કંઈક ઉલટું છે. આર્થિક રીતે પરવડે તેવી ફી હોવા છતાંય સરકારી શાળાઓ ખાલીખમ છે. શાળાઓમાં શિક્ષકો જ નથી. છેવાડાના સરહદી જિલ્લાથી માંડીને આદિવાસી-પછાત વિસ્તારોમાં શાળાઓમાં તો કોઈ શિક્ષકો જ નથી. ગુજરાતમાં 1600 શાળાઓમાં તમામ વર્ગના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે.

આ પણ વાંચોઃ અમદાવાદના જમાલપુરમાં 700 વર્ષ જૂનું ત્રિકમજી મંદિર ભૂમાફિયાઓએ પચાવી બારોબાર વેચી નાખ્યું

શિક્ષકોની ભરતી કરવા તૈયાર નહીં સરકાર

આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં શિક્ષણ વિભાગ શિક્ષકોની ભરતી કરવા તૈયાર નથી. શિક્ષકોની સાથે સાથે શાળાઓમાં વર્ગખંડોની પણ ભારે અછત વર્તાઈ રહી છે. રાજ્યમાં 40 હજાર વર્ગખંડોની જરૂરિયાત છે. 1456 શાળાઓમાં એક જ વર્ગખંડ છે. વિદ્યાર્થીઓને ક્યાં બેસીને ભણાવવા એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ જોતાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. શિક્ષણ વિભાગને તો ફાવતું ફાવ્યું છે જેથી એક પછી એક સરકારી શાળાઓને તાળાં વાગી રહ્યાં છે. 

શિક્ષણ વિભાગનું ખાનગી શાળાને પ્રોત્સાહન

સ્વંય શિક્ષણ વિભાગ ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપી રહ્યુ છે જેના કારણે દિન-પ્રતિદિન ખાનગી શાળાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. લોકસભમાં રજૂ થયેલાં એક રિપોર્ટ અનુસાર, દર વર્ષે નવી ખાનગી શાળાઓ ખુલી રહી છે. વર્ષ 2015-ગુજરાતમાં 12502 ખાનગી શાળાઓ હતી તે વર્ષ 23-24માં વધીને 13490 થઈ છે. સરકારી શાળાની સંખ્યા 35122 હતી તે ઘટીને 34597 થઈ છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે સરકારી શાળાઓ બંધ રહી છે જ્યારે ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે.


શું આ રીતે ભણશે ગુજરાત?  8 વર્ષમાં 525 સરકારી શાળાઓને ખંભાતી તાળા વાગ્યા 2 - image`

Tags :