Get The App

EDના અમદાવાદ, સુરત, અને મુંબઈમાં દરોડા, 100 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો આરોપ

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
EDના અમદાવાદ, સુરત, અને મુંબઈમાં દરોડા, 100 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો આરોપ 1 - image


ED Raid In Gujarat And Maharashtra: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ આજે સાયબર ફ્રોડ મારફત લોકો સાથે રૂ. 100 કરોડથી વધુની છેતરપિંડી મામલે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતાં.  ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસે આજે વહેલી સવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સાયબર ક્રાઈમના આરોપસર અમદાવાદ અને સુરતમાં જુદી જુદી વ્યક્તિઓની ઓફિસ-નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતાં. આ સિવાય મહારાષ્ટ્રના મુંબઈમાં પણ ઈડીએ કાયદેસરની કાર્યવાહી કરી હોવાના અહેવાલ છે.  

આ પણ વાંચોઃ Axiom-4 Mission: ભારતીય શુભાંશુ શુક્લાએ ભરી અંતરિક્ષ ઉડાન, ISS પર જનારા પહેલા ભારતીય બનશે

આ લોકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ

ગુજરાત પોલીસે મકબુલ ડોક્ટર, કાશિફ ડોક્ટર, બસમ ડોક્ટર, મહેશ મફતલાલ દેસાઈ અને માઝ અબ્દુલ રહીમ નડા સહિત અન્ય વિરૂદ્ધ સાયબર ફ્રોડની PMLA ફરિયાદ નોંધી હતી. જેના આધારે ઈડીએ દરોડા પાડ્યા હતાં.

100 કરોડથી વધુની છેતરપિંડી

અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, USDT ટ્રેડિંગ, ડિજિટલ અરેસ્ટ, કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી બનાવટી નોટિસ જેવી છેતરપિંડી આચરી લોકો પાસેથી રૂ. 100 કરોડથી વધુ પડાવ્યા હોવાનો આરોપ છે. સાયબર ફ્રોડના આરોપીઓએ ડમી કેવાયસી ડોક્યુમેન્ટના આધારે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતાં. લોકો સાથે છેતરપિંડી કરી આ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતાં. બાદમાં હવાલા અને આંગડિયા મારફત આ ગેરકાયદે ફંડને ક્રિપ્ટો કરન્સીમાં તબદીલ કરાવ્યું હતું. જેના માટે તેઓએ વિદેશ રૂ. 100 કરોડથી વધુનું ફંડ મોકલ્યું હોવાની આશંકા છે. 

EDના અમદાવાદ, સુરત, અને મુંબઈમાં દરોડા, 100 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો આરોપ 2 - image

Tags :