mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પહેલી અને બીજી માર્ચે ઈ-ઓકશન કરાશે, પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફલોરનો પ્રતિ સ્કે.મીટર ૨.૭૫ લાખ ભાવ

બીજાથી ચોથા માળ સુધી વાહન પાર્કિંગની સુવિધા,૪૦૦થી વધુ ફોરવ્હીલર, ૪૦૦થી વધુ ટુ વ્હીલર પાર્ક થઈ શકશે

Updated: Feb 12th, 2024

પહેલી અને બીજી માર્ચે ઈ-ઓકશન કરાશે, પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફલોરનો પ્રતિ સ્કે.મીટર ૨.૭૫ લાખ ભાવ 1 - image


અમદાવાદ,સોમવાર,12 ફેબ્રુ,2024

અમદાવાદના સિંધુભવન રોડ ઉપર આવેલા તથા પ્રહલાદનગર રોડ ઉપરના મલ્ટિલેવલ પાર્કિંગનુ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ છે.પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગના કુલ આઠ માળ ઉપરાંત ઓપન ટેરેસની જગ્યા માટે ઈ-ઓકશન પહેલી અને બીજી માર્ચના રોજ કરવામાં આવશે.બીજાથી ચોથા માળ સુધી વાહન પાર્કિંગની સુવિધા છે.૪૦૦થી વધુ ફોર વ્હીલર તથા ૪૦૦થી વધુ ટુ વ્હીલર પાર્ક થઈ શકશે.આઠમા માળ અને ઓપન ટેરેસ માટે પ્રતિ સ્કેવર મીટર રુપિયા ૧.૨૩ લાખ ભાવ રાખવામાં આવ્યો છે.

અમદાવાદના એસ.જી.હાઈવે નજીક પ્રહલાદનગર ચાર રસ્તા પાસે બનાવવામાં આવેલા મલ્ટિલેવલ પાર્કિંગની સાથે સિંધુભવન રોડ ઉપર બનાવવામા આવેલા મલ્ટીલેવલ પાર્કિંગને કેન્દ્રના ગૃહમંત્રીએ ખુલ્લા મુકયા હતા.પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગમાં વીસ દુકાન ઉપરાંત ૭૮ ઓફિસ બનાવવામા આવેલી છે.પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગ માટે  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલી અને બીજી માર્ચના રોજ ઈ-ઓકશન કરવામાં આવશે.આ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાવવામા આવેલા મલ્ટિલેવલ પાર્કિંગની ફલોરવાઈસ હરાજી કરવાના લેવામાં આવેલા નિર્ણય બાદ સિંધુભવન રોડ ઉપર બનાવવામા આવેલા મલ્ટિલેવલ પાર્કિંગનો એક ફલોર રુપિયા ૮૦ કરોડમાં વેચાયો હતો.આ બે મલ્ટિલેવલ પાર્કિંગ શરુ થવાથી શહેરમાં કાંકરિયા,નવરંગપુરા મલ્ટિલેવલ પાર્કિંગની સાથે કુલ ચાર મલ્ટિલેવલ પાર્કિંગ શરુ કરાયા છે.ચાંદલોડિયા ખાતે પાર્કિંગ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.

પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગનો ફલોરવાઈસ કેટલો ભાવ?

ફલોર  ક્ષેત્રફળ(સ્કે.મી.)   પ્રતિ.સ્કે.મી.ભાવ(લાખમાં)

ગ્રાઉન્ડ ૧૭૮૫.૨૨             ૨,૭૪,૧૫૦

ફર્સ્ટ    ૧૮૯૫.૭૩             ૨,૩૫,૮૦૦

ફિફથ   ૩૨૩૭.૬૨             ૧,૩૦,૫૫૦

સિકસ  ૩૨૩૭.૬૨             ૧,૩૦,૫૫૦

સેવન્થ  ૩૨૩૭.૬૨             ૧,૩૦,૫૫૦

એઈઠ  ૩૨૩૮.૧૨             ૧,૨૩,૭૫૦

ટેરેસ  

 

Gujarat