Get The App

Video: અમદાવાદના ચંડોળા તળાવનો આકાશી નજારો: દબાણો દૂર કરાયા બાદ જુઓ કેવી બદલાઈ ગઈ સૂરત

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
Video: અમદાવાદના ચંડોળા તળાવનો આકાશી નજારો: દબાણો દૂર કરાયા બાદ જુઓ કેવી બદલાઈ ગઈ સૂરત 1 - image


Chandola Lake Demolition In Ahmedabad : ચંડોળા તળાવ પાસે અમદાવાદનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચંડોળા તળાવની આસપાસ આશરે 12 હજાર દબાણો દૂર કરવામાં આવ્યા છે. ડિમોલિશન પહેલા ચંડોળા તળાવ મકાનો-ઝૂંપડાથી ઘેરાયેલું જોવા મળી રહ્યું હતું. જ્યારે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરીને ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા છે, ત્યારે ચંડોળા તળાવની બદલાયેલી સૂરતનો ડ્રોન વ્યૂનો વીડિયો સામે આવ્યો છે. 


ચંડોળા તળાવની બદલાયેલી સૂરતનો ડ્રોન વ્યૂ

અમદાવાદના ચંડોળા તળાવ ખાતે મોટાપાયે ડિમોલિશનની કામગીરી કરીને તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે, ત્યારે દબાણના કાટમાળને દૂર કરી તળાવને ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડિમોલિશન બાદ AMC દ્વારા 14 JCB મશીન, 100 ટ્રક અને હિટાચી મશીનનો ઉપયોગ કરીને રોજનો 2000 ટનથી વધુ કાટમાળ હટાવાઈ રહ્યો છે. જ્યારે આ બાંધકામના વેસ્ટનો જુદી જુદી પ્રોડક્ટ બનાવવા AMC ઉપયોગ કરશે. 

Video: અમદાવાદના ચંડોળા તળાવનો આકાશી નજારો: દબાણો દૂર કરાયા બાદ જુઓ કેવી બદલાઈ ગઈ સૂરત 2 - image

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર કે કચ્છથી મુંબઈ જતાં મુસાફરો માટે ગુડ ન્યૂઝ, બે સુપરફાસ્ટ તેજસ ટ્રેનો શરૂ, જાણો રૂટ અને સમય

ચંડોળા તળાવ ખાતે દબાણ હટાવ્યા બાદ બદલાયેલી સૂરતનો ડ્રોન વ્યૂનો વીડિયો સામે આવ્યો છે. જ્યારે તળાવમાંથી કાઢવામાં આવતી માટીનો વનીકરણ પ્રોજેક્ટ માટે ઉપયોગ કરાશે. તમને જણાવી દઈએ કે, ચંડોળા તળાવ વિસ્તાર 11 લાખ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. 

Video: અમદાવાદના ચંડોળા તળાવનો આકાશી નજારો: દબાણો દૂર કરાયા બાદ જુઓ કેવી બદલાઈ ગઈ સૂરત 3 - image

Tags :