માંકવા પાસે ટ્રકમાંથી ઉતરતા ચાલકનું વાહનની અડફેટે મોત

- અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર
- રાજસ્થાનથી બટાકાં ભરી સુરત જતા ટ્રકમાં અવાજ આવતા ટ્રક ઉભી રાખી હતી
રાજસ્થાનના અલવર જિલ્લાના કૈલાશચંદ્ર રામ રિશાલ મીના મંડાલથી ટ્રકમાં બટાકા ભરી સુરત જવા નીકળ્યો હતો. ટ્રક તા.૬/૬/૨૫ની રાત્રે અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી સુરત જઈ રહી હતી. દરમિયાન રાતના ૯ઃ૩૦ કલાકના અરસામાં માંકવા સીમ નજીક ટ્રકમાં અવાજ આવતા ચાલક સવસ લાઈનમાં ટ્રક ઉભી રાખી નીચે ઉતરતો હતો.
ત્યારે અમદાવાદ તરફથી આવેલો અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા ટ્રક ચાલકને હાઈવેની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા કૈલાશચંદ્ર મીના (ઉં.વ.૪૪)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રતન લાલ રામરિશાલ મીનાની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

