વડોદરામાં ગોત્રીના ગાયત્રીપુરામાં ડ્રેનેજ ઉભરાતા ચોમાસા જેવી સ્થિતિ : લોકોનો હોબાળો, મતદાનના બહિષ્કારની ચીમકી
Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઇલે. વોર્ડ નં.10માં ગોત્રી વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાતા રોડ રસ્તા પર ગટરના ગંદા અને દૂષિત પાણી ફરી વળ્યા છે ગાયત્રી પુરા-આવાસ યોજનાના રહીશોને ગંદાને દુર્ગંધ મારતા પાણીમાંથી આવજા કરવી પડે છે.
જગદીશ બંગલો સુધીના સમગ્ર વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે ત્યારે નંખાતી ગટર લાઈનની પાઇપો ચિનાઈ માટીની નંખાતી હોવાના આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યા છે ત્યારે અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આજકાલના વાયદા કરવામાં આવે છે. છેલ્લા ચાર પાંચ મહિનાથી સર્જાયેલી આ સમસ્યા અંગે તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરાવવાની માગ સ્થાનિક રહીશોની છે અન્યથા આગામી ચૂંટણીમાં વોટિંગનો બહિષ્કાર કરવા પણ સ્થાનિક રહીશોએ ચીમકી ઉચ્ચારી છે.