Get The App

સુરતમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરતી ગાડીમાં આગ લાગી, શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

Updated: Sep 19th, 2023

GS TEAM


Google News
Google News
સુરતમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરતી ગાડીમાં આગ લાગી, શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન 1 - image



સુરતઃ શહેરમાં ત્રણેક દીવસથી વરસાદી વાતાવરણ છે તે છતાંય વાહનોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યાં છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો એકઠો કરતી ગાડીમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. ગાડીમાં આગ લાગવાથી રસ્તે પસાર થતાં વાહન ચાલકો એક દમ ઉભા થઈ ગયા હતાં. આ ગાડીમાં કામ કરતાં કર્મચારીઓએ ફાયરના સાધન વડે આગને કાબુમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. 

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ગોડાદરા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરતી કોર્પોરેશનની ગાડીમાં અચાનક આગ લાગી હતી. આગની ઘટનાને પગલે આસપાસથી પસાર થતાં વાહન ચાલકોમાં ભય દેખાયો હતો. આ ઘટનામાં ગાડીમાં કામ કરતાં કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ ફાયર વિભાગને જાણ કરતાં ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ડોર ટુ ડોર કચરો એકઠો કરતો ટેમ્પો સીએનજી હોવાથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

Tags :