ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું જામનગરમાં આગમન, વનતારાની મુલાકાત લે તેવી શક્યતા

Trump Jr. visits Jamnagar : અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ આજે ગુરુવારે (20 નવેમ્બર) સાંજે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જામનગરમાં જુનિયર ટ્રમ્પનું આગમન થયું છે, ત્યારે એરપોર્ટથી ઉતર્યા બાદ તેઓ સડક માર્ગે મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ખાતે જવા રવાના થયા હતા. જુનિયર ટ્રમ્પ વનતારાની મુલાકાત લે તેવી શક્યતા છે.
જુનિયર ટ્રમ્પનું જામનગરમાં આગમન
જામનગરની જિલ્લાની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વનતારામાં સમયાંતરે અનેક મહાનિભાવોનું આગમન થતું રહે છે. ત્યારે આજે ગુરુવારે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પનું જામનગરમાં આગમન થયું છે. જુનિયર ટ્રમ્પ જામનગર એરપોર્ટથી રોડ માર્ગે ખાવડી જવા રવાના થયા છે, ત્યારે પોલીસે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા જાળવી હતી.
જુનિયર ટ્રમ્પ આજે જામનગર જિલ્લાની રિલાયન્સ કંપનીમાં રાત્રે રોકાણ કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત વનતારાની પણ તેઓ મુલાકાત લઈ શકે છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

