રાજકોટમાં તબીબો પણ કોરોનાની ઝપેટમાં, સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડન્ટ બાદ ડેન્ટલ વડા સંક્રમિત
રાજકોટ, 20 જુલાઈ 2020 સોમવાર
રાજકોટમાં તબીબો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડન્ટ બાદ ડેન્ટલ વડા કોરોના સંક્રમિત થયા છે.
ડેન્ટલ વિભાગના વડા જાગૃતિબેન મહેતાને કોરોના પોઝિટિવ આવ્યો છે. સિવિલના બે ડોક્ટરને કોરોના થતાં સિવિલના શંકાસ્પદ ડોક્ટરો-કર્મચારીઓનો ટેસ્ટ કરાવાનો નિર્ણય લેવાયો છે.
ડેન્ટલ વિભાગના વડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડેન્ટલ વિભાગને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ગઇકાલે સુપરિટેન્ડન્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રાજકોટ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગઇકાલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મનીષ મહેતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે સિવિલ સુપ્રિટેન્ડેન્ટે થોડા દિવસ પૂર્વે જ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથે બેઠક કરી હતી.