દિવાળી વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે ગુડ ન્યૂઝ! રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનની જાહેરાત

Diwali Special Train : દિવાળીના તહેવારમાં ST બસ અને ટ્રેનમાં મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે. વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે ગુડ ન્યૂઝ છે! જેમાં પશ્ચિમ રેલવ દ્વારા મુસાફરો યોગ્ય સુવિધા અને દિવાળી, છઠ પૂજાના તહેવારના સિઝનને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ-શકુર બસ્તી, બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ અને સાબરમતી-હરિદ્વાર વચ્ચે ખાસ ભાડા પર તહેવારોની વિશેષ ટ્રેનો દોડાવામાં આવશે.
1. ટ્રેન નં. 09003/09004 મુંબઈ સેન્ટ્રલ-શકુર બસ્તી એસી સુપરફાસ્ટ સ્પેશિયલ (92 ટ્રિપ્સ)
ટ્રેન નંબર, સમય અને તારીખ: ટ્રેન નં. 09003 મુંબઈ સેન્ટ્રલ-શકુર બસ્તી એસી સુપરફાસ્ટ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી દરરોજ સવારે 10:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08 વાગ્યે શકુર બસ્તી પહોંચશે. આ ટ્રેન 15 ઓક્ટોબરથી 29 નવેમ્બર, 2025 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09004 શકુર બસ્તી-મુંબઈ સેન્ટ્રલ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ શકુર બસ્તીથી દરરોજ સવારે 10:15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10:30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 16 ઓક્ટોબરથી 30 નવેમ્બર 2025 સુધી ચાલશે.
ટ્રેનનો રૂટ અને કોચ: ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, ભરતપુર, મથુરા, કોસી કલાં અને દિલ્હી સફદરજંગ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી-3 ટાયર કોચ હશે.
2. ટ્રેન નં. 09471/09472 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ (10 ટ્રિપ્સ)
ટ્રેન નંબર, સમય અને તારીખ: ટ્રેન નં. 09471 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ દર મંગળવારે બાંદ્રા ટર્મિનસથી બપોરે 12:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 01:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 14 ઓક્ટોબરથી 11 નવેમ્બર, 2025 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09472 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ દર સોમવારે ગાંધીધામથી રાત્રે 20:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 09:45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 13 ઓક્ટોબરથી 10 નવેમ્બર, 2025 સુધી ચાલશે.
ટ્રેનનો રૂટ અને કોચ: આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, હળવડ અને સામખિયાળી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
3. ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એસી સ્પેશિયલ (28 ટ્રિપ્સ)
ટ્રેન નંબર, સમય અને તારીખ: ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એસી સ્પેશિયલ દર બુધવાર અને શનિવારે સાબરમતીથી 08:50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05:30 કલાકે હરિદ્વાર પહોંચશે. આ ટ્રેન 15 ઓક્ટોબરથી 29 નવેમ્બર, 2025 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09426 હરિદ્વાર-સાબરમતી દ્વિ-સાપ્તાહિક એસી સ્પેશિયલ દર ગુરુવાર અને રવિવારે હરિદ્વારથી 21:40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસની રાત્રે 21:30 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 16 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2025 સુધી ચાલશે.
ટ્રેનનો રૂટ અને કોચ: આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધી નગરજયપુર, દૌસા, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી જંકશન, ગાઝિયાબાદ, મેરઠ શહેર, મુઝફ્ફર નગર અને રૂરકી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં એસી-3 ટાયર કોચ હશે.
આ પણ વાંચો: દિવાળી પછી અમદાવાદ-મહેસાણામાં યોજાશે એર શૉ, દિલધડક કરતબ કરશે સૂર્યકિરણ એરોબેટિક ટીમ
ક્યારે શરૂ થશે બુકિંગ
તમને જણાવી દઈએ કે, ટ્રેન નંબર 09003, 09471, 09472 અને 09425 માટે બુકિંગ 12 ઓક્ટોબર 2025થી તમામ PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી રેલવેની સત્તાવાર enquiry.indianrail.gov.in પરથી મેળવી શકાશે.