Get The App

દિવાળી પછી અમદાવાદ-મહેસાણામાં યોજાશે એર શૉ, દિલધડક કરતબ કરશે સૂર્યકિરણ એરોબેટિક ટીમ

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
Suryakiran Aerobatic Team
Representative Image

Suryakiran Aerobatic Team Air Show : ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દર વર્ષે એર શૉનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વખતે દિવાળી પછી એટલે કે 24 ઓક્ટોબરે મહેસાણા અને 26 ઓક્ટોબરે અમદાવાદમાં અદભુત એરોબેટિક પ્રદર્શનથી ગુજરાતના આકાશને ચમકાવાશે. 

700થી વધુ પ્રદર્શન

1996માં રચાયેલ SKAT એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે. વર્ષોથી સૂર્યકિરણ એરોબેટિક ટીમ સમગ્ર ભારતમાં અને ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE સહિત અનેક દેશોમાં 700થી વધુ પ્રદર્શન કર્યા છે. તેમના સૂત્ર "સર્વદા સર્વોત્તમ" દ્વારા સંચાલિત આ ટીમ ચોકસાઈ, શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતીક છે.

આ પણ વાંચો: તહેવાર ટાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભયંકર ભીડથી મુસાફરો પરેશાન! 1 કિ.મી. લાંબી કતાર

ભારતમાં બનાવેલા નવ હોક Mk132 વિમાનો ઉડાડતા, પાયલટ્સ વિમાનો વચ્ચે 5 મીટરથી ઓછા અંતરે રમી શકે તેવા સ્ટંટ કરે છે. આગામી શૉમાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા આકર્ષક દિલધડક કરતબ દર્શાવવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં SKATએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન વડોદરા, જામનગર, નલિયા અને ભુજમાં એર શૉ દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 

Tags :