Get The App

દિવાળી પર્વ સંપન્ન થતા અમદાવાદ મ્યુનિ.તંત્રમાં વ્યાપક બદલી કરવા કવાયત

ચોમાસા અગાઉ મોટા પાયે બદલી કરાઈ હતી, આ વખતે ઉચ્ચ અધિકારીઓની પણ બદલી કરાશે

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News

      દિવાળી પર્વ સંપન્ન થતા અમદાવાદ મ્યુનિ.તંત્રમાં વ્યાપક બદલી કરવા  કવાયત 1 - image 

 અમદાવાદ,સોમવાર,20 નવેમ્બર,2023

દિવાળી પર્વ સંપન્ન થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગમાં વ્યાપક પ્રમાણમાં બદલી કરવા અંગે તંત્ર તરફથી કવાયત શરુ કરવામાં આવી છે.ચોમાસા અગાઉ મ્યુનિ.ના ઈજનેર વિભાગમાં મોટાપાયે બદલી કરાઈ હતી.આ વખતે બદલીઓ કરવા ચીપવામાં આવનારા ગંજીપામાં ઉચ્ચ અધિકારીઓની પણ બદલી કરાશે એમ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

અમદાવાદ મ્યુનિ.ના સત્તાધારીપક્ષના અગાઉની ટર્મના હોદ્દેદારો દ્વારા જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટિની મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરને ઘણાં લાંબા સમયથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવી રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવા સુચના આપી હતી.આ સુચના બાદ મ્યુનિ.ના ઈજનેર વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઈજનેર, આસિસ્ટન્ટ સીટી ઈજનેર ઉપરાંત ટેકનીકલ સુપરવાઈઝરોની મોટાપાયે બદલી કરાઈ હતી.આ બદલીઓ બાદ દિવાળી પર્વના થોડા દિવસો અગાઉ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરોની બદલી કરવામાં આવી હતી.આ સિવાય રેવન્યુ અને નોન રેવન્યુ વિભાગમાં વર્ષોથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી નથી.મ્યુનિ.ની પ્રણાલી મુજબ, રેવન્યુ કે નોન રેવન્યુ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓની સમયાંતરે બદલી કરવામા આવતી હોય છે.વ્યાપક પ્રમાણમાં બદલી કરવાનો નિર્ણય ચોમાસાની મોસમને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો નહોતો.જે અંગે આવનારા દિવસોમાં અમલ કરાશે.


Google NewsGoogle News