Get The App

વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી , તમારાથી કામ ના થતુ હોય તો એજન્સીને કામ સોંપો, મ્યુ.કમિશનર

ડેપ્યુટી કમિશનરોને કહયુ, તમારી પાસે આવતી ફાઈલ જોવાની ટેવ પાડો

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News

     વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી , તમારાથી કામ ના થતુ હોય તો એજન્સીને કામ સોંપો, મ્યુ.કમિશનર 1 - image

  અમદાવાદ,ગુરુવાર,16 ઓકટોબર,2025

અમદાવાદના વિવિધ વિસ્તારમાં બેસતા ફેરીયાઓને તાલિમ આપવા ફાયર વિભાગના વોલિયન્ટર્સ પાસેથી કામ લેવા મ્યુનિસિપલ કમિશનરે અગાઉ સુચના આપી હતી. આમ છતાં માત્ર ૧૮૦ ફેરીયાઓને હજી સુધી તાલિમ અપાતા ધીમી કામગીરીથી મ્યુનિસિપલ કમિશનર નારાજ થયા હતા.તેમણે કહયુ,તમારાથી કામ ના થતુ હોય તો ખાનગી એજન્સીને કામ સોંપો.ડેપ્યુટી કમિશનરોને પણ ઠપકો આપતા કહયુ,તમારી પાસે આવતી ફાઈલ જોવાની ટેવ પાડો.ટપાલીની જેમ સહી કરીને રવાના ના કરો.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની અધ્યક્ષતામા મળેલી અધિકારીઓની બેઠકમાં તેમણે ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનર પાસે ફાયર વોલિયન્ટર્સ દ્વારા કયા વોર્ડમા કેટલા વેન્ડર્સને તાલિમ અપાઈ એ અંગે વિગત માંગતા તેઓ વિગત આપી શકયા નહોતા.મ્યુનિસિપલ  કોર્પોરેશન માલિકીના તળાવમા જ સફાઈ સહીતની બાબતનુ ધ્યાન અપાતુ હોવાની બાબત કમિશનરના ધ્યાનમા આવતા તેમણે કોર્પોરેશન હદમા આવેલા કલેકટર હસ્તકના તળાવોમા પણ સફાઈ રાખવા,ડ્રેનેજના પાણી ના ભરાય,દબાણો ના થાય તેનુ ધ્યાન રાખવા અધિકારીઓને તાકીદ કરી હતી. આઉટ સોર્સિંગથી  વિવિધ વિભાગમા રાખવામા આવતા કર્મચારીઓ પૈકી કેટલા કર્મચારીઓ કામ કર્યા વગર પગાર લઈ રહયા છે તેની વિગત આપવા કહયુ હતુ.

Tags :