Gujarat

જામનગરમાં નવાનગર સ્કુલ વાળી શેરીમાં ભૂગર્ભ ગટર બ્લોક થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ગંદા પાણી ફેલાયા

By GS Team
22 Feb 20221 min read
This article was originally published on 22 Feb 2022
જામનગરમાં નવાનગર સ્કુલ વાળી શેરીમાં ભૂગર્ભ ગટર બ્લોક થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ગંદા પાણી ફેલાયા

જામનગર તા. 22

જામનગર શહેરમાં નવાનગર સ્કુલ વાળી શેરીમાં આજે વહેલી સવારે ગટરનીલાઈન બ્લોક થઈ જતાં સમગ્ર એરિયામાં ગટરના ગંદા પાણી ફેલાઈ ગયા હતા, અને રાહદારીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા. સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત પછી મહાનગર પાલિકાની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, અને ભૂગર્ભ ગટરની લાઈન માંથી કચરો કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.


જોકે, કલાકો સુધી માર્ગ પર ગટરના પાણી વહેતા થયા હોવાથી સમગ્ર વિસ્તાર દુર્ગંધ વાળો બની ગયો હતો, અને વાહન ચાલકો રાહદારીઓ વગેરેએ હાલાકી ભોગવવી પડી હતી.

આ વિસ્તારમાં વારંવાર ભૂગર્ભ ગટર લાઈન બ્લોક થઈ જવાની ફરિયાદો ઉઠી રહી હોવાથી મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ યોગ્ય કરવા માંગણી ઉઠી છે.