Get The App

જામનગરના ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મનો કેસ, કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

Updated: May 16th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મનો કેસ, કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી 1 - image

Jamnagar News : જામનગરના ધ્રોલના ફતેપુરામાં રહેતા મોહસીન મકવાણા નામના શખ્સે વર્ષ 2019માં ધ્રોલની 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડીને રાજકોટ લઈ ગયો હતો. જ્યાં ભાડે મકાન રાખીને સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચવારના કેસ મામલે કોર્ટે આરોપીને 20 વર્ષની જેલની સજા તથા 17000 રૂપિયાના દંડનો હુકમ કર્યો છે. જ્યારે પીડિતાને 4 લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે. 

આરોપીને 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ધ્રોલનો રહેવાસી મોહસીન મકવાણા 15 વર્ષની સગીર સાથે અવારનવાર ફોનમાં વાતચીત કરતો હતો અને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. જ્યારે 30 એપ્રિલ, 2019ના રોજ મોહસીન સગીરાને બાઈક મારફતે રાજકોટ ભગાડીને લઈ ગયો હતો. જ્યાં મકાન ભાડે રાખીને રહેતા હતા. આ દરમિયાન આરોપી મોહસીને સગીરા સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ પછી આરોપી મોહસીન સગીરાને સુરત લઈ ગયો હતો.

જ્યારે 26 જૂન, 2019ના રોજ મોહસીનને મિત્રનો ફોન આવતા આરોપી સગીરા સાથે સુરતથી જામનગર પરત આવવા નીકળ્યા હતા. આ દરમિયાન અમદાવાદના સોલા વિસ્તારમાંથી પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. સમગ્ર બનાવ મામલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. 

આ પણ વાંચો: જામનગરમાં સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની જેલ સજાનો અદાલતનો હુકમ

આ અંગેનો કેસ  જામનગરની સ્પે. પોક્સો અદાલતમાં ચાલી જતાં ભોગ બનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસરની જુબાની તથા સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓ સહિત સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી મોહસીન મકવાણાને દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા તથા 17000 રૂપિયાના દંડનો હુકમ કર્યો છે. જ્યારે પીડિતાને 4 લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે.