Get The App

અમદાવાદના ધોળકા-સરોડા રોડ પર ગમખ્વાર અકસ્માત, ભાજપ કાઉન્સિલરના પતિનું ઘટનાસ્થળે મોત

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના ધોળકા-સરોડા રોડ પર ગમખ્વાર અકસ્માત, ભાજપ કાઉન્સિલરના પતિનું ઘટનાસ્થળે મોત 1 - image


Ahmedabad Accident: અમદાવાદ જિલ્લાના ધોળકા-સરોડા રોડ પર આજે ભીષણ અકસ્માત સર્જાયો છે. જેમાં ધોળકા નગરપાલિકાના વોર્ડ નંબર-2ના ભાજપના મહિલા કાઉન્સિલર હેતલબેન સોલંકીના પતિ ખોડીદાસ સોલંકી (ઠાકોર)નું અકસ્માતમાં મોત નીપજ્યું છે. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

માથા પરથી ટાયર ફરી વળતા ગંભીર ઈજા

મળતી માહિતી અનુસાર, મૃતક ખોડીદાસ સોલંકી મોપેડ પર સરોડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનનું ટાયર ખોડીદાસ સોલંકીના માથા પર ફરી વળ્યું હતું અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: બિટકોઇન-અપહરણ કેસ: EDએ નલિન કોટડિયાના સંબંધી સહિત બેની ધરપકડ કરી, 5 દિવસના રિમાન્ડ મંજૂર

અકસ્માતની જાણ થતા જ ભાજપના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસે તાત્કાલિક પહોંચી પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહિલા કાઉન્સિલરના પતિના અકાળે અવસાનથી ઠાકોર સમાજ અને ભાજપ સંગઠનમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.