દેવભૂમિ દ્વારકામાં સર્જાઈ કરુણાંતિકા: હોડી ડૂબી જતાં બે ભાઈઓએ ગુમાવ્યો જીવ
AI Image |
Devbhoomi Dwaraka : ચોમાસાની શરુઆત થતાં જ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. તો બીજી તરફ દરિયો તોફાનો બન્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા સલાયાના દરિયામાં હોડી ડૂબી જતાં બે સગા ભાઈઓના મોતના અહેવાલ પ્રાપ્ત થયા છે. દરિયામાં કરન્ટ હોવાથી હોડી ડૂબી જતાં બે સગા ભાઈઓને દરિયો ગળી ગયો છે. અચાનક બંને ભાઈના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સયાલા નાના આંબલા ગામના બે ભાઈઓ સલાયા બંદર નજીક કાળુભાર ટાપુ પાસે હોડી લઈને શિકાર કરવા ગયા હતા. સયાલાથી 4 નોટિકલ માઇલ દૂર કૂડચલનો શિકાર કરવા ગયેલા સીમરાજ ઘાવડા (ઉ.વ.24) અને મોહમ્મદહુસૈન ઘાવડા (ઉ.વ.27) નામના યુવકોની હોડી દરિયામાં ગરકાવ થઈ હતી અને બંને સગા ભાઈઓના મૃત્યુ થયા હતા. આ ઘટનાને લઈને કારાભાઈ ઘાવડાએ સલાયા મરીન પોલીસને જાણ કરી છે.