દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી બ્લેકઆઉટ, સુરક્ષાના ભાગરૂપે લેવાયો નિર્ણય
India-Pakistan Tension: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સતત ભારત પર હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યું છે. 7 મેથી લઈને અત્યાર સુધી પાકિસ્તાન સતત ભારત પર ડ્રોન હુમલા કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન તરફથી કરાયેલા આ ડ્રોન હુમલાઓને ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધા છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયા બાદ પણ દુશ્મન દેશે હુમલા શરૂ રાખ્યા છે. જેને ધ્યાને રાખીને ગુજરાતથી લઈને જમ્મુ કાશ્મીર સુધી પાકિસ્તાન બોર્ડરના રાજ્યો હાઇ ઍલર્ટ પર છે. ત્યારે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી બ્લેકઆઉટની જાહેરાત કરાઈ છે. જેમાં રાત્રે 11થી 5 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે.
આ અગાઉ પણ બ્લેકઆઉટ જાહેર કરાયું હતું, બાદમાં તેને રદ કરી દેવાયું હતું
આ અગાઉ દેવભૂમિ દ્વારકા બ્લેકઆઉટ જાહેર કરાયું હતું. જેમાં સાંજે સાત વાગ્યા પછી મંદિરો, ઔદ્યોગિક એકમો અને હોટલો બંધ રખાશે. દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આમતે આ અંગે માહિતી આપી હતી. જોકે, બાદમાં યુદ્ધવિરામની જાહેરાત થતા કલેક્ટર દ્વારા બ્લેકઆઉટના નિર્ણયને રદ કરી દેવાયો હતો. પરંતુ હવે ફરી બ્લેકઆઉટ જાહેર કરાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઈમરજન્સી મદદ માટે અગત્યના નંબરો
ગુજરાતના 7 ઍરપોર્ટ હજુ બંધ રહેશે
ભુજ, રાજકોટ-હિરાસર, પોરબંદર, કંડલા, મુન્દ્રા, જામનગર, કેશોદ એમ ગુજરાતના 7 ઍરપોર્ટ આગામી સૂચના મળે નહીં ત્યાં સુધી મુસાફરો માટે બંધ રહેશે. અગાઉ 10 મે સુધી જ આ ઍરપોર્ટ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.