Demolition in Bet-Dwarka : દેવભૂમિ દ્વારકામાં ફરી મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં બેટ-દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ કરીને દબાણો કરેલી બે જગ્યાઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસને સાથે રાખીને તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.
બેટ-દ્વારકામાં ડિમોલિશન કરી દબાણો હટાવ્યા
બેટ-દ્વારકામાં અનેક વિસ્તારોમાં સરકારી જમીનો પર ભૂમાફિયાઓએ દબાણો કર્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે બેટ-દ્વારકામાં ગેરકાયદેસર દબાણો હટાવવા વહીવટી તંત્ર, ઓખા નગરપાલિકા, પોલીસ બંદોબસ્તની સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીના જામીન મંજૂર, આરોપ મુક્ત કરવાની અરજી પર કાલે સુનાવણી
મળતી માહિતી મુજબ, બેટ-દ્વારકામાં બે જગ્યાઓ પર દબાણ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી જમીનો પર દબાણને લઈને વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. અગાઉ તંત્ર દ્વારા દબાણ હટાવવા માટે નોટિસ પણ ફટકારવામાં આવી હતી. પરંતુ કોઈ પ્રકારની કામગીરી ન થતાં, અંતે ડિમોલિશન કરવામાં આવ્યું હતું.


