અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના વિમાનોના રૂટ બદલવાની માંગ, અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ લોકોમાં ભય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News : અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ અમરેલી શહેરમાં સમર્પિત સમિતિ દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ બદલવા અને પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન ઉડતા બંધ કરાવવાની માંગ ઉઠી છે. પ્લેનના કારણે મોટું જોખમ હોવાથી સમિતિએ માંગણી કરી છે. જેને લઈને આજે (29 જૂન) અમરેલી શહેરમાં રાજકમલ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરીને ઉપવાસ શરૂ કર્યા છે. જ્યારે આ મામલે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરાઈ છે. જો વિમાનનો રૂટ બદલવામાં નહી આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
'પ્લેનનો રૂટ ચેન્જ નહીં થાય તો...'
અમરેલી નગરપાલિકા સદસ્ય સુરેશભાઈ શેખવાએ જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રેનિંગ પાયલોટ સેન્ટર ચાલે છે, જેનું માનવ વસાહત વચ્ચે ટેકઓફ અને લેંડિંગ કરવામાં આવે છે. નજીકમાં સ્કૂલ-કોલેજ અને દવાખાના છે અને પાયલોટ ટ્રેનિંગને લઈને સ્થાનિકોમાં ભય રહે છે. જો પ્લેનનો રૂટ ચેન્જ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરીને એરપોર્ટ પણ ઘેરવામાં આવશે અને રનવે ખોદી નાખવા સુધીની અમારી તૈયારી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 13થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ
જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે, અમરેલીમાં 8 થી 10 મહિનાથી પાયલોટ ટ્રેનિંગ કંપનીના 2 સેન્ટર ચાલે છે, તેના પ્લેન દિવસ-રાત શહેર ઉપર ઉડે છે. લગભગ 4 મહિના પહેલા ભક્તિનગર આગળ એક પ્લેન ક્રેઝ થયું હતું. જેમાં 1 ટ્રેઈની પાયલોટનું મોત થયું હતું. અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને શહેરીજનોમાં ભય સતાવે છે. અમરેલી શહેરી વિસ્તારમાંથી દોડતા પ્લેન બંધ કરો. જો અહી દુર્ઘટના બનશે તો જવાબદારી કોણ લેશે?








