Delwada-Junagadh Train Update: દેલવાડા-વેરાવળ મીટરગેજ ટ્રેનના સમયમાં ફેરફાર અને જૂનાગઢની સીધી ટ્રેન રદ કરવાના રેલવેના નિર્ણય સામે સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે રેલવેએ આ નિર્ણય રદ કર્યો છે. આમ, હવે વેરાવળ–દેલવાડા–વેરાવળ ટ્રેનોનો સમય યથાવત રહેશે અને જૂનાગઢ-વેરાવળની અન્ય 04 મીટર ગેજ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે. આ ફેરફાર આગામી 19 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે.
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મીટર ગેજ સેક્શનની કેટલીક ટ્રેન સેવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, વેરાવળથી દેલવાડા મુસાફરી કરનારા મુસાફરો માટે ટ્રેન નંબર 52949/52950ના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી.
અગાઉ દેલવાડા-વેરાવળ ટ્રેનનો સમય બદલવા અને જૂનાગઢ ટ્રેન રદ કરવાના રેલવેના નિર્ણયથી દેલવાડા સહિત આસપાસના 25થી વધુ ગામોના મુસાફરોને અગવડ પડે તેમ હતું. જેને લઈને સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.


