Gujarat

દીપિકા પાદુકોણની બર્થ ડે પર પ્રશંસકોને ભેટઃ ગેહરાઇયાની રીલીઝ ડેટ જાહેર કરી

By GS Team
5 Jan 20221 min read
This article was originally published on 5 Jan 2022
દીપિકા પાદુકોણની બર્થ ડે પર પ્રશંસકોને ભેટઃ ગેહરાઇયાની રીલીઝ ડેટ જાહેર કરી

નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણે તેના જન્મદિવસે તેના પ્રશંસકોને ખાસ ભેટ આપી છે. તેમણે પોતાની આગામી ફિલ્મ ગેહરાઇયાની રીલિઝ ડેટ જાહેર કરી છે. તેમણે પોતાની આગામી ફિલ્મની તારીખની છ નવા પોસ્ટર્સ સાથે જાહેરાત કરી છે.

આ ફિલ્મનું 11મી ફેબ્રુઆરી 2022ના રોજ વર્લ્ડ પ્રીમિયર થશે. દીપિકાએ પોસ્ટર્સ જારી કરીને લખ્યું હતું કે તમારા બધાની ધીરજ અને ખૂબ જ પ્રેમ માટે. આ ખાસ દિને તમારા બધા માટે વિશેષ ભેટ છે. દીપિકાએ જન્મદિવસના પ્રસંગે ખાસ પાત્રો માટે પોસ્ટર્સની સાથે-સાથે દીપિકા અને સિદ્ધાંતનો હૃદયસ્પર્શી સીન પણ જારી કર્યો છે. આ પોસ્ટર્સને જોઈને પ્રશસકોનો ઉત્સાહ વધી જશે.

નિર્દેશક શકુન બત્રાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આજના જીવનના સંબંધોના ગૂંચવાડા અને તેના અંદરના પડો, યુવાઓના જીવનના ખાસ પાસાઓ તથા ઉન્મુક્ત થઈ પોતાની મરજી મુજબ જીવવાની ઇચ્છા બતાવી છે.

આ ફિલ્મમાં દીપિકા, સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે ખાસ ભૂમિકામાં છે. તેની સાથે ધૈર્ય કરવા, નસીરૃદ્દીન શાહ અને રજત કપૂરે પણ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા નીભાવી છે.