Get The App

વડોદરામાં બેકાબૂ કાર ચાલકે સર્જયો અકસ્માત, ઘર આગળ રમી રહેલી બાળકીનું કરૂણ મોત

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં બેકાબૂ કાર ચાલકે સર્જયો અકસ્માત, ઘર આગળ રમી રહેલી બાળકીનું કરૂણ મોત 1 - image


Baroda News : રાજ્યમાં ગાંધીનગરના રાંદેસણમાં ગંભીર અકસ્માતની ઘટના બેના મોત નીપજ્યા છે, ત્યારે આવી જ અકસ્માતની ઘટના વડોદરાથી સામે આવી છે. જેમાં વડોદરાના ગોત્રી વિસ્તારમાં પૂર ઝડપે આવેલી કારે અકસ્માત સર્જતા ઘર આંગણે રમી રહેલી નાની બાળકીનું કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. 

અકસ્માતમાં બાળકીનું મોત

મળતી માહિતી મુજબ, વડોદરામાં બેકાબૂ કાર ચાલકે ગમખ્વાર અકસ્માત સરજ્યો હતો. જેમાં ગોત્રી કો-ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી ખાતે ઘરની બહાર રમી રહેલી અલિસા નિનામા નામની બાળકીને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચો: ગાંધીનગર હિટ એન્ડ રન કેસ: આરોપી હિતેશ પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર

ગંભીર અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકોએ જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે કાર ચાલકની પૂછપરછ કરતાં અર્જુનસિંહ ચાવડા નામ હોવાનું જણાવ્યું હતું. 

Tags :