Get The App

ગાંધીનગર હિટ એન્ડ રન કેસ: આરોપી હિતેશ પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગર હિટ એન્ડ રન કેસ: આરોપી હિતેશ પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર 1 - image


Hitesh Patel 5 Days Remand Granted:  ગાંધીનગરના રાયસણથી રાંદેસણના સર્વિસ રોડ ઉપર શુક્રવારે સવારે સર્જાયેલા અકસ્માતની ઘટનાએ લોકોને અમદાવાદના તથ્યકાંડની યાદ તાજી કરાવી દીધી હતી. આ હિટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 3 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આરોપી હિતેશ પટેલની ધરપકડ કરી તેની વિરૂદ્ધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે (26 જુલાઇ) આરોપી હિતેશ પટેલને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

શું હતો સમગ્ર મામલો 

શુક્રવારે સવારે ગાંધીનગરના રાંદેસણ પાસે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, મૃતકની ઓળખ હંસાબેન રોહિતકુમાર વાઘેલા (ઉં.વ.56) અને નીતિનભાઈ પ્રતાપભાઈ વસા (ઉં.વ.63) તરીકે થઇ હતી. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કારચાલકને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. 

Tags :