વાસણારોડના દંપતીની લંડન રહેતી પુત્રીનો લાગણીસભર પત્ર મોટી ચિંતા એ હતી કે કોઇ એક જશે તો, પરંતુ બંનેને ભગવાને સાથે બોલાવ્યા
તમે આત્મનિર્ભર બનીને જીવ્યા, તમે કહ્યું હતું અમે બધું જાતે જ કરી લઇશું

વડોદરા, તા.16 અમદાવાદ પ્લેન ક્રેશમાં વડોદરાના વાસણા વિસ્તારના વૃધ્ધ દંપતીએ પણ જીવ ગુમાવ્યો હતો. બંનેના ડીએનએ મેચ થતાં આજે બંનેના નશ્વરદેહને પરિવારજનોને સોંપાયા બાદ આજે જ બંનેની અંતિમક્રિયા કરી દેવામાં આવી છે. પ્લેન ક્રેશની દુઃખદ ઘટના બાદ તેમની લંડન ખાતે રહેતી પરંતુ હાલ વડોદરા આવેલી નાની પુત્રીએ વેદનાઅને લાગણીસભર એક પત્ર લખ્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વાસણારોડ પર શબરી સ્કૂલ પાસે શિવશક્તિ સોસાયટીમાં રહેતા વલ્લભભાઇ નાગજીભાઇ અઘેડા (ઉ.વ.૭૬) જીઇબીના નિવૃત્ત અધિકારી હતાં તેઓ તેમજ તેમના પત્ની વિણાબેન (ઉ.વ.૭૫) બંન,ે પુત્રીના ઘેર લંડન જવા માટે નીકળ્યા હતાં ત્યારે અમદાવાદ ખાતે પ્લેન ક્રેશમાં બંનેના મૃત્યુ થયા હતાં. ઉલ્લેખનીય છે કે અઘેડા દંપતીને સંતાનમાં માત્ર ત્રણ પુત્રીઓ છે જેમાં સૌથી મોટી પુત્રી જલ્પાબેન તેનાથી નાની ખુશનુમા (કૃતિ) અને ત્રીજી પુત્રી હિરલનો સમાવેશ થાય છે. સૌથી નાની પુત્રી હિરલ પાંચ વર્ષ પહેલાં જ લંડન ખાતે શિફ્ટ થઇ છે જ્યારે અન્ય બે પુત્રીઓ વડોદરામાં જ રહે છે.
માતા અને પિતાના આકસ્મિક અવસાન બાદ હિરલે અંગ્રેજી ભાષામાં એક પત્ર લખ્યો છે જેં ખૂબ જ હૃદયસ્પર્શી ર્ે છે. લાગણીસભર આ પત્રમાં હિરલે ઉલ્લેખ કર્યો છે કે તમે બંને આત્મનિર્ભર રહીેને જીવ્યા તેમજ તમારી મોટી ચિંતા એ હતી કે તમારામાંથી એક પહેલાં ભગવાન પાસે જતું રહેશે તો બીજાનું શું થશે અને ભાગ્યમાં જે લખેલું હતું તે જ હવે થયું તમને બંનેને ભગવાને તેમની પાસે બોલાવી લીધા..
હિરલનો માતા-પિતાને હૃદયસ્પર્શી પત્ર
તમે પ્રોમિસ કર્યુ હતું તા.૧૨ની સાંજે મળીશું પણ હવે તે સાંજ કદી નહી આવે
મારા વ્હાલા મમ્મી, પપ્પા
ઘણા માતા-પિતાને તેમના છોકરાઓ પર ગર્વ હોય છે પરંતુ મને મારા માતા-પિતા પર ગર્વ છે, શું અવિસ્મરણીય જીવન તમે જીવ્યા. તમે બંને આત્મનિર્ભર રહીને જીવ્યા, તમે કહ્યું અમે બધું જાતે કરીશું, અને તમે એક બધું જ કર્યું છે.
માતા-પિતાએ કરવું જોઇએ... તમારી મોટી ચિંતા એ હતી કે તમારામાંથી એક પહેલાં ભગવાન પાસે જતું રહેશે તો બીજાનું શું થશે અને ભાગ્યમાં જે લખેલું હતું તે જ હવે થયું, તમને બંનેને ભગવાને એકસાથે તેમની પાસે બોલાવી દીધા.
પણ તમે મને પ્રોમિસ કર્યુ હતું કે તા.૧૨ જૂને આપણે સાંજે મળીશું, પણ તે સાંજ હવે ક્યારેય નહી આવે મારી ઇચ્છા છે કે મારા દરેક જન્મમાં તમે જ મારા માતા-પિતા બનો
તમારી વહાલી દીકરી

