Get The App

Cyclone Biparjoy Updates : ગીર સોમનાથમાં 6 મકાનો ધરાશાઈ, ભુજમાં દિવાલ અને જસદણમાં ઝાડ પડતાં કુલ 3નાં મોત, કચ્છમાં સ્થળાંતરની કામગીરી શરૂ

વાવાઝોડાનાં બિપરજોયના ખતરાને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં

કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે

Updated: Jun 12th, 2023

GS TEAM


Google News
Google News
Cyclone Biparjoy Updates : ગીર સોમનાથમાં 6 મકાનો ધરાશાઈ, ભુજમાં દિવાલ અને જસદણમાં ઝાડ પડતાં કુલ 3નાં મોત, કચ્છમાં સ્થળાંતરની કામગીરી શરૂ 1 - image


Cyclone Biparjoy નું લાઈવ ટ્રેકિંગ

વાવાઝોડું નલિયા-કરાંચીની વચ્ચે ટકરાવાની સંભાવના

હાલ મળતા અહેવાલો મુજબ બિપરજોય વાવાોડું નલિયા અને કરાંચીની વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો હાલ આ વાવાઝોડું પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 282, ઓખાથી 308, નારાયણ સરોવરથી 399 કિલોમીટર દૂર છે. બિપરજોય વાવાઝોડું 15મી જુને બપોરે 12.00 વાગ્યાની આસપાસ કચ્છમાં ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Cyclone Biparjoy Updates : ગીર સોમનાથમાં 6 મકાનો ધરાશાઈ, ભુજમાં દિવાલ અને જસદણમાં ઝાડ પડતાં કુલ 3નાં મોત, કચ્છમાં સ્થળાંતરની કામગીરી શરૂ 2 - image

10:45 PM

VIDEO : સોમનાથના સુત્રાપાડા દરિયાકાંઠે ઘરોમાં પાણી ઘુસ્યા

વાવાઝોડાને પગલે સોમનાથનો દરિયો ગાંડોતૂર બન્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. અહીં સુત્રાપાડા દરિયાકાંઠે દરિયામાં ઊંચા મોજા ઊંછળ્યા હતા, જેના કારણે નજીકના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.

9:35 PM

ગીર સોમનાથમાં દરિયો તોફાની બનતા 6 મકાનો ધરાશાઈ

બિપરજોય વાવાઝોડાને પગલે ગીર સોમનાથમાં દરિયો તોફાની બન્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. અહીં વરસાદની સાથે સાથે ભારે પવન ફુંકાઈ રહ્યો છે, ત્યારે ગીર સોમનાથમાં દરિયો તોફાની બનવાના કારણે 6 મકાનો ધરાશાઈ થયાના સમાચારો મળી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાને રાખી 160 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. જ્યારે દરિયાકાંઠે આવેલા 23 મકાનોને ખાલી કરાવવામાં આવ્યા છે.

9:30 PM

બિપરજોય વાવાઝોડાને લઈ AMCનું તંત્ર એલર્ટ 

બિપરજોય વાવાઝોડાના ખતરાને ધ્યાને રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એલર્ટ થયું છે. AMCની ટીમે દરિયાઈ વિસ્તારમાં જવા માટે તૈયારી આરંભી દીધી છે. AMCની ફાયર વિભાગની 11 ટીમ રખાઈ સ્ટેન્ડ બાય રખાઈ છે, તો 15 ટીમો અને 100 જેટલો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય પર રખાયો છે. 5 લાઈફ સેવિંગ બોટ અને સાધનો સાથે કોર્પોરેશનની ટીમે સંભવિત વાવાઝોડાના ખતરાને ધ્યાને રાખી તમામ તૈયારીઓ કરી લીધી છે.

9:00 PM

કચ્છમાં 6730 લોકોને સલામત સ્થળે ખસેડાયા, કાલે 120 ગામના લોકોનું સ્થળાંતર કરાશે

બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છ જિલ્લામાં આજે ૪૫૦૯ અગરિયા તથા ૨૨૨૧ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા છે. ૧૩મી જુન સુધી દરિયાકાંઠાના વિસ્તારના ૧૨૦ ગામના કુલ ૯૫૭૯ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવશે.

Cyclone Biparjoy Updates : ગીર સોમનાથમાં 6 મકાનો ધરાશાઈ, ભુજમાં દિવાલ અને જસદણમાં ઝાડ પડતાં કુલ 3નાં મોત, કચ્છમાં સ્થળાંતરની કામગીરી શરૂ 3 - image

8:30 PM

વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ

બિપોરજોય વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદના અહેવાલો મળી રહ્યા છે. ભારે વરસાદ સાથે પવન ફૂકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આજે બપોર બાદ ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 4થી અડધો ઈંચ વરસાદ પડ્યા અહેવાલો છે. તો સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રમાં પડ્યો હોવાનું સામે આવ્યું છે. બપોરે 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ સુત્રાપાડામાં 4 ઇંચ. વેરાવળમાં પોણા ચાર, માળિયા હાટીના-માંગરોળમાં 2, કેશોદ-મેંદરડા-તાલાલામાં સવા, વંથલી, જૂનાગઢ અને ઉપલેટામાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે, તો અમરેલીના ખાભામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પોરબંદરની વાત કરીએ તો અહીં છૂટો છવાયો વરસાદ જ્યારે રાજકોટમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

8:00 PM

ભુજમાં ભારે પવનથી દિવાલ ધરાશાયી થતાં 2 બાળકોના મોત, જસદણમાં ઝાડ પડતાં મહિલાનું મોત

7:50 PM

બિપોરજોય વાવાઝોડાને પગલે મોરબી તાલુકાના રામપર પાડા બેકર ગામના ઢૂંઇ વિસ્તારમાં કાચા મકાનોમાં રહેતા 12 પરિવારના 60 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા.

Cyclone Biparjoy Updates : ગીર સોમનાથમાં 6 મકાનો ધરાશાઈ, ભુજમાં દિવાલ અને જસદણમાં ઝાડ પડતાં કુલ 3નાં મોત, કચ્છમાં સ્થળાંતરની કામગીરી શરૂ 4 - image

7:45 PM

ઓખામાં કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ, મધદરિયે ફસાયેલા 11 કર્મચારીઓને એરલિફ્ટ કરાયા

7:15 PM

વાવાઝોડાને પગલે કચ્છ તરફ આવતી 90 ટ્રેન રદ, 47 ટ્રેનોના ગંતવ્ય સ્થળો બદલાયા જુઓ યાદી

વાવાઝોડું બિપરજોયના સંભવિત ખતરાને ધ્યાને રાખી રેલવે દ્વારા સાવચેતીના પગલા રૂપે કચ્છ તરફથી આવતી 137 ટ્રેનોને અંગે મોટો નિર્ણય લેવાયો છે. રેલવે દ્વારા 90 ટ્રેન રદ કરવાની જાહેરાત કરાઈ છે, તો 47 ટ્રેનોના ગંતવ્ય સ્થળો બદલવામાં આવ્યા છે. 15મી જૂન સુધી કચ્છ તરફ આવતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉપરાંત ઘણી ટ્રેનને માત્ર રાજકોટ સુધી દોડાવવાની જાહેરાત કરાઈ છે. મળતા અહેવાલો મુજબ આજે રાત્રે 12.00 વાગ્યા સુધી કચ્છ આવતી તમામ ટ્રેન રદ કરવાની જાહેરાત કરાઈ છે.

Sr. No.

J.C.O

Train No.

From-To

Remarks 

 

 

 

 

 

 

Short Terminated

Short Originated

રદ

1

11.06.23

19567

તિરુનેલવેલી-ઓખા

અમદાવાદ

 

 

2

15.06.23

19568

ઓખા-તિરુનેલવેલી

 

અમદાવાદ

 

3

13.06.23

9525

ઓખાનાહરલગુન

 

 રાજકોટ

 

4

10.6.23

9526

નાહરલગુન-ઓખા

રાજકોટ

 

 

5

13.06.23

9480

ઓખા-રાજકોટ

 

 

રદ

6

14.06.23

9480

ઓખા-રાજકોટ

 

 

રદ

7

15.06.23

9480

ઓખા-રાજકોટ

 

 

રદ

8

16.06.23

9480

ઓખા-રાજકોટ

 

 

રદ

9

12.06.23

9479

રાજકોટ-ઓખા

 

 

રદ

10

13.06.23

9479

રાજકોટ-ઓખા

 

 

રદ

11

14.06.23

9479

રાજકોટ-ઓખા

 

 

રદ

12

15.06.23

9479

રાજકોટ-ઓખા

 

 

રદ

13

13.06.23

19574

જયપુર-ઓખા

રાજકોટ

 

 

14

15.06.23

22969

ઓખા બનારસ

 

રાજકોટ

 

15

12.06.23

22945

મુંબઈ સેન્ટ્રલ-ઓખા

રાજકોટ

 

 

16

13.06.23

22945

મુંબઈ સેન્ટ્રલ-ઓખા

રાજકોટ

 

 

17

14.06.23

22945

મુંબઈ સેન્ટ્રલ-ઓખા

રાજકોટ

 

 

18

13.06.23

22946

ઓખા-મુંબઈ સેન્ટ્રલ

 

 રાજકોટ

 

19

14.06.23

22946

ઓખા-મુંબઈ સેન્ટ્રલ

 

રાજકોટ

 

20

15.06.23

22946

ઓખા-મુંબઈ સેન્ટ્રલ

 

રાજકોટ

 

21

12.06.23

19251

વેરાવળ-ઓખા

 

 

રદ

22

13.06.23

19251

વેરાવળ-ઓખા

 

 

રદ

23

14.06.23

19251

વેરાવળ-ઓખા

 

 

રદ

24

15.06.23

19251

વેરાવળ-ઓખા

 

 

રદ

25

12.06.23

19252

ઓખા-વેરાવળ

 

 

રદ

26

13.06.23

19252

ઓખા-વેરાવળ

 

 

રદ

27

14.06.23

19252

ઓખા-વેરાવળ

 

 

રદ

28

15.06.23

19252

ઓખા-વેરાવળ

 

 

રદ

29

13.06.23

22906

શાલીમાર-ઓખા

સુરેન્દ્રનગર

 

 

30

13.06.23

16734

ઓખા રામેશ્વર

 

રાજકોટ

 

31

13.06.23

9523

ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા

 

 

રદ

32

14.06.23

9524

દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા

 

 

રદ

33

11.06.23

20819

પુરી-ઓખા

અમદાવાદ

 

 

34

15.06.23

20820

ઓખા પુરી

 

 અમદાવાદ

 

35

12.06.23

15636

ગુવાહાટી-ઓખા

અમદાવાદ

 

 

36

15.06.23

15635

ઓખા-ગુવાહાટી

 

 અમદાવાદ

 

37

12.06.23

19209

ભાવનગર-ઓખા

 

 

રદ

38

13.06.23

19209

ભાવનગર-ઓખા

 

 

રદ

39

14.06.23

19209

ભાવનગર-ઓખા

 

 

રદ

40

12.06.23

19210

ઓખા-ભાવનગર

 

 

રદ

41

13.06.23

19210

ઓખા-ભાવનગર

 

 

રદ

42

14.06.23

19210

ઓખા-ભાવનગર

 

 

રદ

43

12.06.23

9522

વેરાવળ-રાજકોટ

 

 

રદ

44

13.06.23

9522

વેરાવળ-રાજકોટ

 

 

રદ

45

14.06.23

9522

વેરાવળ-રાજકોટ

 

 

રદ

46

15.06.23

9522

વેરાવળ-રાજકોટ

 

 

રદ

47

12.06.23

9521

રાજકોટ-વેરાવળ

 

 

રદ

48

13.06.23

9521

રાજકોટ-વેરાવળ

 

 

રદ

49

14.06.23

9521

રાજકોટ-વેરાવળ

 

 

રદ

50

15.06.23

9521

રાજકોટ-વેરાવળ

 

 

રદ

51

12.06.23

22957

અમદાવાદ-વેરાવળ

 

 

રદ

52

13.06.23

22957

અમદાવાદ-વેરાવળ

 

 

રદ

53

14.06.23

22957

અમદાવાદ-વેરાવળ

 

 

રદ

54

13.06.23

22958

વેરાવળ-અમદાવાદ

 

 

રદ

55

14.06.23

22958

વેરાવળ-અમદાવાદ

 

 

રદ

56

15.06.23

22958

વેરાવળ-અમદાવાદ

 

 

રદ

57

13.06.23

19119

અમદાવાદ-વેરાવળ

 

 

રદ

58

14.06.23

19119

અમદાવાદ-વેરાવળ

 

 

રદ

59

15.06.23

19119

અમદાવાદ-વેરાવળ

 

 

રદ

60

13.06.23

19120

વેરાવળ-અમદાવાદ

 

 

રદ

61

14.06.23

19120

વેરાવળ-અમદાવાદ

 

 

રદ

62

15.06.23

19120

વેરાવળ-અમદાવાદ

 

 

રદ

63

12.06.23

16334

તિરુવનંતપુરમ-વેરાવળ

અમદાવાદ

 

 

64

15.06.23

16333

વેરાવળ-તિરુવનંતપુરમ

 

 અમદાવાદ

 

65

12.06.23

19217

બાંદ્રા ટર્મિનસ-વેરાવળ

રાજકોટ

 

 

66

13.06.23

19217

બાંદ્રા ટર્મિનસ-વેરાવળ

રાજકોટ

 

 

67

14.06.23

19217

બાંદ્રા ટર્મિનસ-વેરાવળ

રાજકોટ

 

 

68

13.06.23

19218

વેરાવળ-બાંદ્રા ટર્મિનસ

 

રાજકોટ

 

69

14.06.23

19218

વેરાવળ-બાંદ્રા ટર્મિનસ

 

 રાજકોટ

 

70

15.06.23

19218

વેરાવળ-બાંદ્રા ટર્મિનસ

 

 રાજકોટ

 

71

13.06.23

11465

વેરાવળ-જબલપુર

 

 રાજકોટ

 

72

14.06.23

11465

વેરાવળ-જબલપુર

 

 રાજકોટ

 

73

15.06.23

11465

વેરાવળ-જબલપુર

 

 રાજકોટ

 

74

16.06.23

11465

વેરાવળ-જબલપુર

 

 રાજકોટ

 

75

13.06.23

11463

વેરાવળ-જબલપુર

 

 રાજકોટ

 

76

14.06.23

11463

વેરાવળ-જબલપુર

 

રાજકોટ

 

77

15.06.23

11463

વેરાવળ-જબલપુર

 

 રાજકોટ

 

78

16.06.23

11463

વેરાવળ-જબલપુર

 

 રાજકોટ

 

79

12.06.23

11464

જબલપુર-વેરાવળ

રાજકોટ

 

 

80

13.06.23

11464

જબલપુર-વેરાવળ

રાજકોટ

 

 

81

14.06.23

11464

જબલપુર-વેરાવળ

રાજકોટ

 

 

82

12.06.23

11466

જબલપુર-વેરાવળ

રાજકોટ

 

 

83

13.06.23

11466

જબલપુર-વેરાવળ

રાજકોટ

 

 

84

14.06.23

11466

જબલપુર-વેરાવળ

રાજકોટ

 

 

85

13.06.23

19207

પોરબંદર-વેરાવળ

 

 

રદ

86

14.06.23

19207

પોરબંદર-વેરાવળ

 

 

રદ

87

15.06.23

19207

પોરબંદર-વેરાવળ

 

 

રદ

88

12.06.23

19208

વેરાવળ-પોરબંદર

 

 

રદ

89

13.06.23

19208

વેરાવળ-પોરબંદર

 

 

રદ

90

14.06.23

19208

વેરાવળ-પોરબંદર

 

 

રદ

91

15.06.23

19208

વેરાવળ-પોરબંદર

 

 

રદ

92

13.06.23

9513

રાજકોટ-વેરાવળ

 

 

રદ

93

14.06.23

9513

રાજકોટ-વેરાવળ

 

 

રદ

94

15.06.23

9513

રાજકોટ-વેરાવળ

 

 

રદ

95

13.06.23

9514

વેરાવળ-રાજકોટ

 

 

રદ

96

14.06.23

9514

વેરાવળ-રાજકોટ

 

 

રદ

97

15.06.23

9514

વેરાવળ-રાજકોટ

 

 

રદ

98

14.06.23

19319

વેરાવળ-ઇન્દોર

 

 

રદ

99

13.06.23

19320

ઇન્દોર-વેરાવળ

 

 

રદ

100

13.06.23

19202

પોરબંદર-સિકંદરાબાદ

 

 રાજકોટ

 

101

14.06.23

19201

સિકંદરાબાદ-પોરબંદર

રાજકોટ

 

 

102

12.06.23

19015

દાદર-પોરબંદર

સુરેન્દ્રનગર

 

 

103

13.06.23

19015

દાદર-પોરબંદર

સુરેન્દ્રનગર

 

 

104

12.06.23

19016

પોરબંદર-દાદર

 

 

રદ

105

13.06.23

19016

પોરબંદર-દાદર

 

 

રદ

106

14.06.23

19016

પોરબંદર-દાદર

 

 

રદ

107

15.06.23

19016

પોરબંદર-દાદર

 

 

રદ

108

11.06.23

20909

કોચુવેલી-પોરબંદર

રાજકોટ

 

 

109

15.06.23

20910

પોરબંદર-કોચુવેલી

 

 રાજકોટ

 

110

13.06.23

9550

ભાણવડ-પોરબંદર

 

 

રદ

111

14.06.23

9550

ભાણવડ-પોરબંદર

 

 

રદ

112

15.06.23

9550

ભાણવડ-પોરબંદર

 

 

રદ

113

13.06.23

9549

પોરબંદર-ભાણવડ

 

 

રદ

114

14.06.23

9549

પોરબંદર-ભાણવડ

 

 

રદ

115

15.06.23

9549

પોરબંદર-ભાણવડ

 

 

રદ

116

13.06.23

9515

પોરબંદર-ભાણવડ

 

 

રદ

117

14.06.23

9515

પોરબંદર-ભાણવડ

 

 

રદ

118

15.06.23

9515

પોરબંદર-ભાણવડ

 

 

રદ

119

13.06.23

9551

ભાણવડ-પોરબંદર

 

 

રદ

120

14.06.23

9551

ભાણવડ-પોરબંદર

 

 

રદ

121

15.06.23

9551

ભાણવડ-પોરબંદર

 

 

રદ

122

13.06.23

9516

કાનાલૂસ-પોરબંદર

 

 

રદ

123

14.06.23

9516

કાનાલૂસ-પોરબંદર

 

 

રદ

124

15.06.23

9516

કાનાલૂસ-પોરબંદર

 

 

રદ

125

13.06.23

9552

પોરબંદર-ભાણવડ

 

 

રદ

126

14.06.23

9552

પોરબંદર-ભાણવડ

 

 

રદ

127

15.06.23

9552

પોરબંદર-ભાણવડ

 

 

રદ

128

14.06.23

9595

રાજકોટ-પોરબંદર

 

 

રદ

129

15.06.23

9595

રાજકોટ-પોરબંદર

 

 

રદ

130

14.06.23

9596

પોરબંદર-રાજકોટ

 

 

રદ

131

15.06.23

9596

પોરબંદર-રાજકોટ

 

 

રદ

132

12.06.23

20938

દિલ્હીસરાય રોહિલ્લા-પોરબંદર

સુરેન્દ્રનગર

 

 

133

13.06.23

20937

પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા

 

 

રદ

134

14.06.23

12905

પોરબંદર-શાલીમાર

 

 

રદ

135

15.06.23

12905

પોરબંદર-શાલીમાર

 

 

રદ

136

16.06.23

12906

શાલીમાર-પોરબંદર

 

 

રદ

137

17.06.23

12906

શાલીમાર-પોરબંદર

 

 

રદ

6:45 PM

જામનગરમાં રોજી બંદર તરફ નો માર્ગ બંધ

વાવાઝોડાની દહેશતના પગલે   દરિયામાં ભારે કરંટ હોવાથી ત્યાં માણસોની અવર જવર ઉપર પ્રતિબંધ મૂકાયો છે. આ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આજે પોલીસે માર્ગ બંધ કરી જાહેરનામાંની કડક અમલવારી શરૂ કરી છે. સરકારની સૂચનાથી જામનગરનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. જામનગરના દરિયામાં ભારે કરંટ હોવાથી ત્યાં લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અધિક જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેની અમલવારી માટે આજે પોલીસ દ્વારા રોઝી બંદરના માર્ગ ઉપર બેરિકેટની આડશ મૂકી દેવામાં આવી છે.ફરજના ભાગરૂપે જતા કર્મચારી અધિકારી સિવાય કોઈને પણ બંદર માર્ગે જવા દેવામા આવતા નથી.

Cyclone Biparjoy Updates : ગીર સોમનાથમાં 6 મકાનો ધરાશાઈ, ભુજમાં દિવાલ અને જસદણમાં ઝાડ પડતાં કુલ 3નાં મોત, કચ્છમાં સ્થળાંતરની કામગીરી શરૂ 5 - image

5:58 PM

આજ રાતથી કચ્છમાં રેલ વ્યહવાર બંધ

બિપરજોય વાવાઝોડાની અસરને લઈ વહીવટીતંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. આજ રાતે 12 વાગ્યાથી કચ્છમાં રેલ વ્યહવાર બંધ કરવામાં આવ્યો છે. આજ રાતે 12 વાગ્યાથી આગામી 15 તારીખ સુધી કચ્છમાં રેલ વ્યહવાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

5:50 PM

કોસ્ટગાર્ડે 11 લોકોને એરલિફ્ટ કર્યા

દ્વારકાના દરિયામાંથી કોસ્ટગાર્ડે 11 લોકોને એરલિફ્ટ કર્યા છે. દરિયામાં ભારે કરંટ હોવાથી આ તમામ લોકો ફસાયા હતા. હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. 

Cyclone Biparjoy Updates : ગીર સોમનાથમાં 6 મકાનો ધરાશાઈ, ભુજમાં દિવાલ અને જસદણમાં ઝાડ પડતાં કુલ 3નાં મોત, કચ્છમાં સ્થળાંતરની કામગીરી શરૂ 6 - image

5:41 PM

રાજ્યના 44 તાલુકાઓમાં બે કલાકમા બે ઈંચથી વધુ વરસાદ

બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે 2થી સાંજના 4 વાગ્યા સુધી રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ, ગીર સોમનાથના વેરાવળ અને સુત્રાપાડા તાલુકામા બે કલાકમા બે ઈંચથી વધુ વરસાદ થયો છે.

Cyclone Biparjoy Updates : ગીર સોમનાથમાં 6 મકાનો ધરાશાઈ, ભુજમાં દિવાલ અને જસદણમાં ઝાડ પડતાં કુલ 3નાં મોત, કચ્છમાં સ્થળાંતરની કામગીરી શરૂ 7 - image

5:31 PM

રાજકોટમાં 14 અને 15 જૂનનાં રોજ શાળા કૉલેજોમાં રજા

પ્રભારી મંત્રી રાધવજી પટેલ અને રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીએ અધિકારીઓ સાથે બેઠક બાદ શાળા કૉલેજો બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.  આગામી તારીખ 14 અને 15 જૂનનાં રોજ જિલ્લાની શાળા કૉલેજોમાં રજા રહેશે. કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની કામગીરી શરૂ કરાઈ છે.  રાજકોટ જિલ્લામાં 136 નીચાણવાળા સ્થળોએથી લોકોને ખસેડવા કામગીરી શરૂ કરવામાં આવી છે.    

5:12 PM

રાજકોટમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ

રાજકોટ જિલ્લામાં પણ શરુ થઇ વાવાઝોડાની અસર  ગોંડલ શહેર તેમજ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો છે.  ભારે પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે.  

4:42 PM

15 જૂન બપોર સુધીમાં જખૌ બંદર નજીક ટકરાશે 

હવે વાવાઝોડું પોરબંદરથી 310 કિમી દૂર છે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. 15 જૂન બપોર સુધીમાં જખૌ બંદર નજીક ટકરાઈ શકે તેવી શક્યતા છે. આ વાવાઝોડું 680 કિમીમાં ફેલાયેલું છે જેના કારણે તેના વમળો ગુજરાત સાથે અથડાઈ રહ્યા છે.

4:12 PM

તિથલ બીચ ખાલી કરવાનો આદેશ 

વલસાડ જિલ્લાના તિથલ બીચ સહિતના વિસ્તારોમાં પવનની ગતિ વધી રહી છે. આ કારણે લારી સંચાલકોને કોઈ નુકસાની ન થાય તેની તકેદારીના ભાગ રૂપે તિથલ બીચને ખાલી કરવામાં આવ્યો છે.

4:08 PM

જામનગર અને અમરેલીમાં વરસાદના ઝાપટા 

ગુજરાત રાજ્યમાં મેધરાજાએ એન્ટ્રી કરી દીધી છે. જામનગર અને અમરેલી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જામનગર શહેરમાં ધીમી ધારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. તેમજ અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે છે.

4:05 PM

પૂનાથી ભાવનગર જતી ફલાઇટને  અમદાવાદ  એરપોર્ટ ડાયવર્ટ કરાઈ 

વાવાઝોડાના કારણે કેટલીક ફલાઇટો રદ કરાઈ તો કેટલી  ફલાઇટને  ડાયવર્ટ પણ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસ જેટની પૂનાથી ભાવનગર જતી ફલાઇટ અને ઈન્ડિગોની લખનઉથી મુંબઇ જતી ફલાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ બંને ફલાઇટ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. ભાવનગરના ખરાબ હવામાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

3:55 PM

ગીર સોમનાથમાં વાતાવરણમાં પલટો

ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે. વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા, તાલાલા, કોડીનાર, ગીર ગઢડામાં વરસાદ શરૂ થયો છે. દરિયામાં પણ કરંટ સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

3:25 PM

જાણો ક્યાં કેવી પરિસ્થિતિ

  • કંડલા બંદરે 10 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું
  • ગુજરાતના 9 પોર્ટ પર ચાર નંબરનું સિગ્નલ
  • 11 પોર્ટ પર બે નંબરનું સિગ્નલ
  • સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટલ એરિયામાં ઓરેન્જ એલર્ટ
  • પ્રતિ કલાકે બે કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું
  • ગુજરાતમાં 15 જૂને ભારે વરસાદની આગાહી
  • પીએમ મોદીની મહત્વની બેઠક
  • ઓખામાંથી 1250 લોકોનું કરાયું સ્થળાંતર
  • 10 જિલ્લામાં NDRF, SDRFની ટીમો તૈનાત
  • કચ્છ- સૌરાષ્ટ્રના 12 બંદરો પર લગાવાયું સિગ્નલ
  • કંડલા બંદર પર વાવાઝોડાને પગલે કાર્ગો હેન્ડલિંગ બંધ
  • વિશાળ જહાજોને ગલ્ફ ઓફ કચ્છમાં રોકી દેવાયા
  • વાવાઝોડાના કારણે ભાજપે ગુજરાતમાં પોતાની તમામ જનસભાઓ મોકૂફ રાખી
  • વાવઝોડું પોરબંદરથી માત્ર 320 કિમી દૂર
  • દ્વારકામાં 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
  • 14 જૂને દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ, કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી
  • 15 જૂને દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના
  • 16 જૂને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેમ કે જામનગર, દ્વારકા અને કચ્છના કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
  • પોરબંદરમા 10 નંબરનું સિગ્નલ લગાવાયું
  • કચ્છના દરિયા કિનારે ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઇ

3:14 PM

પીપાવાવ પોર્ટની મૂલાકાતે પહોંચ્યા ભાવનગર રેન્જ આઈ.જી.

ગુજરાતના દરિયા કિનારે તોફાની માહોલ સાથે વાવાઝોડું આવી રહ્યું છે ત્યારે પોલીસ તંત્ર એક્સન મોડમાં જોવા મળી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પીપાવાવ પોર્ટ જેટીની મૂલાકાતે પહોંચ્યા હતા. દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળ બેટની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

2:30 PM

દ્વારકાધીશ મંદિરે ચડાવાઈ એક સાથે બે ધજા

ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. એવામાં દ્વારકામાં વાવાઝોડાની અસર વર્તવાની શરુ થઇ ચૂકી છે. દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવામાં આવી છે. સવારે ભારે પવનના કારણે ધજા ચડાવાઇ નહોતી. જેથી હાલ એક સાથે બે ધજા ચડી છે. બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. જેથી આજે મંદિરે એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે. 

1:45 PM

પોરબંદરમાં વાવાઝોડાની અસર 

પોરબંદરના દરિયા કાંઠે વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તેની સાથે સાથે ગીર સોમનાથ, કોડિનાર વગેરે વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. 

1:10 PM

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા કલેક્ટર અને SP સાથે બેઠક કરી

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા કલેક્ટર અને SP સાથે બેઠક કરી. અધિકારીઓ સાથે બેઠક બાદ હર્ષ સંઘવી વિવિધ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. કલેક્ટરે ડિઝાસ્ટર વિભાગની મુલાકાત લઈ અધિકારીઓ સાથે કરી ચર્ચા હતી. રૂપેણ બંદર વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. નીચાણવાળા વિસ્તારમાંથી 2500 જેટલાં લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક 10 નંબરનું સિગ્નલ

વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાં જખૌ, પોરબંદર, ઓખા બંદર અને મોરબીના નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંદ્રા, માંડવી બંદર પર પણ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 

કોટેશ્વર-નારાયણસરોવર બંધ રાખવાનો આદેશ

કોટેશ્વર-નારાયણસરોવર બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. મંદિર દરિયા નજીક હોવાથી આ નિર્ણય લેવાયો છે. કચ્છના જખૌના કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના અપાઈ છે. કચ્છના જખૌ બંદર પર 10 નંબરનું ભયજનક સિગ્નલ લાગવામાં આવ્યું છે.

કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ

વાવાઝોડાને પગલે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય તમામ શાળાઓ અને કોલેજ બંધ. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે.

આજે બપોરે 1 વાગ્યે  PM મોદીની હાઈ લેવલ બેઠક

બિપરજોય વાવાઝોડુ અતિ ગંભીર તોફાની વાવાઝોડુંની કેટેગરીમાં પ્રવેશતાં વડાપ્રધાન મોદીએ તાબડતોબ હાઈ લેવલની બેઠક યોજવાની ફરજ પડી છે. આ બેઠક આજે બપોરે 1 વાગ્યે યોજાશે.

વાવાઝોડા પર PM મોદીએ હાઈ લેવલની બેઠક બોલાવી, વાંચો 10 મહત્ત્વના મુદ્દા

પોરબંદર બાદ હવે કચ્છમાં પણ કલમ 144 લાગુ 

બિપોરજોય વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠે 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબીમાં 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કચ્છના બંદરો પર પણ 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. પોરબંદર બાદ હવે કચ્છમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લગાવવામાં આવી છે.

અમરેલી જિલ્લાના દરિયા કાંઠે જોવા મળ્યો કરંટ

અમરેલી જિલ્લાના દરિયા કાંઠે ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો છે.  જાફરાબાદ બંદર પર 2 નંબર સિગ્નલ હટાવી 3 નંબર સિગ્નલ લગાવ્યું આવ્યું છે. જાફરાબાદ પીપાવાવ પોર્ટ ઉપર 3 નંબર સિગ્નલ લગાવ્યું  છે. 

લેન્ડ ફોલ કચ્છમાં થવાની શકયતા

આ વાવાઝોડું 15 જૂનના રોજ લેન્ડફોલ કરી શકે તેવી શક્યતા છે. 15 તારીખે બપોરે આ વાવાઝોડું કચ્છ ખાતે લેન્ડફોલ કરી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં વધુ 2 NDRF મોકલાઈ 

NDRFની વધુ 2 ટીમ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત   મોકલવામાં આવી છે. મહારાષ્ટ્રથી NDRFની 2 ટીમ ગુજરાત આવવવા માટે રવાના થઈ છે. અત્યારે કચ્છ, જામનગર અને દ્વારકામાં SDRF, NDRFની 2-2 ટીમ તૈનાત કરાઈ છે. જ્યારે ગીરસોમનાથ, જૂનાગઢ, મોરબી, પોરબંદરમા SDRF-NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટમા NDRFની 1 ટીમ રિઝર્વ રખાઈ છે. 

વાવાઝોડાની ગતિ ધીમી પડી, પ્રતિકલાક 2 કિ.મી.ની ઝડપ

હાલ બિપરજોય વાવાઝોડાની ગતિ ધીમી પડી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ વાવાઝોડું પ્રતિકલાક 2 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે, તેથી આગામી 24થી 48 કલાકમાં રાજ્યના દરિયાકિનારે વાવાઝોડું ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત વાવાઝોડાનું લેન્ડફોલ તરીકે કચ્છ-ભૂજ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે જોવામાં આવી રહ્યું છે, જેને ધ્યાને રાખી આ દરિયાકાંઠના વિસ્તારોમાં વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ લખાણ છે ત્યાં સુધી વાવાઝોડું પોરબંદરથી 390 કિ.મી., દ્વારકાથી 430 કિ.મી. અને નલિયાથી 520 કિલોમીટર દૂર હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉપરાંત આ વાવાઝોડું 14 જૂનના રોજ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠા નજીક પહોંચવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો કચ્છ અને પાકિસ્તાન વચ્ચે વાવાઝોડું ટકરાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. આ વાવાઝોડું 150 કિમિ પ્રતિ ઝડપે આવે તેવી સંભાવના છે.

જાફરાબાદનો દરિયો ગાંડોતુર થયો

અમરેલીમાં 'બિપરજોય' વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જાફરાબાદનો દરિયો ગાંડોતુર થયો છે. જાફરાબાદના દરિયામાં વધુ પડતો કરંટ જોવા મળ્યો છે. દરિયામાં 10 ફૂટ ઉપર મોજા ઉછળી રહ્યા છે.

માંડવી, અબડાસાના 19-19 ગામોને એલર્ટ કરાયા

બિપોરજોય વાવાઝોડાને ધ્યાને રાખી માંડવી, અબડાસાના 19-19 ગામોને એલર્ટ કરાયા છે. માંડવી-જખૌમાં SDRFની 2 ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે તેમજ શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. વાવાઝોડાની સંભાવનાને ધ્યાને રાખી તાલુકા મથકો પર વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા બેઠક પણ યોજાઈ છે. કચ્છના તમામ બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાડાયું છે અને જરૂર પડ્યે કાચા મકાનોમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની 12 ટીમો, જ્યારે 2 જિલ્લામાં 3 ટીમો રિઝર્વમાં રાખવાનો પણ નિર્ણય કરાયો છે. કચ્છ અને રાજકોટ જિલ્લામાં 2-2 ટીમો તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જામનગર, દેવભૂમિદ્વારકા અને ગીરસોમનાથમાં એક-એક ટીમો તૈનાત કરવામાં આવી છે. મોરબીમાં પણ એક ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. વડોદરામાં 1 અને રાજકોટમાં 2 ટીમ રિઝર્વ રખાઈ છે.

બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વાલ્મિકી વાસમાં દરિયાનું પાણી ઘૂસ્યું

Cyclone Biparjoy Updates : ગીર સોમનાથમાં 6 મકાનો ધરાશાઈ, ભુજમાં દિવાલ અને જસદણમાં ઝાડ પડતાં કુલ 3નાં મોત, કચ્છમાં સ્થળાંતરની કામગીરી શરૂ 8 - image

વાવાઝોડું પોરબંદરથી 400, દ્વારકાથી 440, નલિયાથી 530 કિમી દૂર

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાની આફત જોવા મળી રહી છે. હાલ 'બિપોરજોય' વાવાઝોડું પોરબંદરથી 400 કિ.મી, દ્વારકાથી 440 કિ.મી. અને નલિયાથી 530 કિ.મી. દૂર છે. હાલ વાવાઝોડું પ્રતિકલાક 7 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે.

બિપોરજોય વાવાઝોડાની સંભિવત અસર સામે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ

પાલનપુર ખાતે કલેક્ટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી, જેમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીની પૂર્વ તૈયારી માટે તાલુકાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુચના અપાઇ છે.

પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતુર, ચોપાટી અને કિનારે કલમ 144 લાગુ કરાઈ

પોરબંદરના દરીયો ગાંડોતુર બન્યો છે. સાંજે 5 વાગ્યા બાદ દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને 20 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠે કલમ 144 લાગુ પાડી દેવામાં આવી છે. જેના કારણે કાંઠે અને ચોપાટી જવા ઉપર લોકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ૯ બંદરો પર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત 'બીપોરજોય' વાવાઝોડા ના પગલે હવામાન વિભાગ દ્વારા તમામ નવ બંદરો ઉપર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા છે, અને બંને જિલ્લા ના ડિઝાસ્ટાર મેનેજમેન્ટ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લાના નવાબંદરઝ બેડીબંદર, રોજીબંદર, સિક્કા બંદર(જેટી) અને જોડિયા બંદર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ઓખા અને દ્વારકા સહિત તમામ નવ બંદરો પર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે.

જામનગરની શાળાઓમાં 3 દિવસ માટે રજા જાહેર

જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના પગલે શિક્ષણ વિભાગ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની જામનગર શહેરમાં આવેલી તમામ શાળાઓમાં આવતીકાલ તારીખ ૧૨.૬.૨૦૨૩ થી આગામી ૧૪.૬.૨૦૨૩ સુધી ત્રણ દિવસ માટેની રજા જાહેર કરવામાં આવી છે.

જામનગર શહેરમાં તોફાની વંટોળીયાના કારણે બે દિવસ દરમિયાન ૨૩ ઝાડ જમીન દોસ્ત થયા

જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસ દરમિયાન વંટોળીયા પવનના કારણે ખાના ખરાબી થઈ છે, જેમાં જામનગર શહેરમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન ૨૩ ઝાડ પડી ગયાના અહેવાલો મળ્યા છે, ઉપરાંત વરસાદી વીજળી પડવાના કારણે રાવલસર ગામમાં એક ભેંસનું મૃત્યુ નીપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા

દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા નીચાણવાળા દરિયાઈ વિસ્તારમાંથી અત્યાર સુધી 1100 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લામાં 125થી 135 કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે તેમજ દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે જેને લઈ હવામન વિભાગે દ્વારકા જિલ્લાને 15 તારીખે રેડ એલર્ટ જાહેર કર્યો છે. 

નાગરિકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા

પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા છે તેમજ બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે અને લોકો ને ખોટી અફવાઓથી દૂર રહેવા કલેક્ટરે અપીલ પણ કરી છે. પોરબંદર ચોપાટી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.  સામાન્ય નાગરિક મદદ માટે 100 નંબર પર સંપર્ક કરવા અપીલ કરે તેવું SPએ પણ જણાવ્યું છે. 

ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ

વાવાઝોડાંની શક્યતાને પગલે હવામાન વિભાગે આગામી 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા ત્રણ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. આ ત્રણ જિલ્લામાં 125થી135 કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

Cyclone Biparjoy Updates : ગીર સોમનાથમાં 6 મકાનો ધરાશાઈ, ભુજમાં દિવાલ અને જસદણમાં ઝાડ પડતાં કુલ 3નાં મોત, કચ્છમાં સ્થળાંતરની કામગીરી શરૂ 9 - image

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ  6 જિલ્લાઓમાં મોકૂફ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને અનુલક્ષીને રાજ્યના દરિયાકાંઠાના 6 જિલ્લાઓ દ્વારિકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં ‘શાળા પ્રવેશોત્સવ’ નો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ ‘શાળા પ્રવેશોત્સવ’ હવે ત્રણ ને બદલે બે દિવસ એટલે કે તા.12 અને 13 જૂનના રોજ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.

કયા જિલ્લાની જવાબદારી કયા મંત્રીને સોંપી

  • કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ ભાઇ પાનશેરીયા
  • મોરબીમાં કનુભાઈ દેસાઈ
  • રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ
  •  પોરબંદરમાં કુંવરજી બાવળિયા
  • જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા
  • દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી
  • જૂનાગઢ જિલ્લામાં જગદીશ વિશ્વકર્મા
  •  ગીર સોમનાથમાં પરસોત્તમ સોલંકી

આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.

અંબાલાલ પટેલે કરી આગાહી 

અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 12થી 16 જૂન દરમિયાન ગુજરાતના કેટલાકભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારામાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે જણાવ્યું કે, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી ભારે વરસાદ પડી શકે છે. સાથે જ રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં અતિ ભારે વરસાદ પાડવાની સંભાવના છે.

સાયક્લોનની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. સાયક્લોનની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વીડિયો કોન્ફરન્સનું યોજી હતી. ભૂપેન્દ્ર પટેલે દરિયા કાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી હતી. તેમણે કલેક્ટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવાનો આદેશ આપ્યો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર અને રાહત કમિશનર પણ જોડાયા હતા.

Cyclone Biparjoy Updates : ગીર સોમનાથમાં 6 મકાનો ધરાશાઈ, ભુજમાં દિવાલ અને જસદણમાં ઝાડ પડતાં કુલ 3નાં મોત, કચ્છમાં સ્થળાંતરની કામગીરી શરૂ 10 - image

દ્વારકાના બંદર પર 4 નંબરનું સિગ્નલ 

વાવાઝોડાની આગાહીને પગલે દ્વારકાના બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તમામ બંદરો પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ સૂચના આપી છે. દરિયાકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની તંત્રએ અપીલ કરી છે. 

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન શરૂ

જાફરાબાદના દરિયામાં વાવાઝોડાંની અસર જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં પ્રચંડ રૂપ ધારણ કરી 'બિપોરજોય' વાવાઝોડું પ્રશ્રિમ તરફ આગળ વધી રહ્યુ છે. તેમજ હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન શરૂ થઈ ગયો છે.  ગઈકાલે 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જ્યારે જામનગર, સોમનાથમાં વરસાદ પણ પડ્યો હતો.

નવસારી જિલ્લાના દરિયા કિનારે પણ અસર જોવા મળી

નવસારીના દરિયાકાંઠા પર બિપોરજોય વાવાઝોડાની અસરના ભાગરૂપે દરિયામાં કરંટ જોવા મળતા દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.. બીપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ બન્યું છે. કેટલાક જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ NDRFની ટુકડી ફાળવવામાં આવી છે. નવસારી જિલ્લાના દરિયા કિનારે પણ અસર જોવા મળી રહી છે. 

હર્ષ સંઘવીની કાંઠા વિસ્તારના લોકોને અપીલ 

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વાવાઝોડાંની અસર જે જિલ્લા અને તાલુકાઓમાં થનાર છે તેમને અગાઉથી જ સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકોને અધિકારીઓ દ્વારા જે પણ સૂચના આપવામાં આવી હોય તેનું યોગ્ય પાલન કરીને સહયોગ આપવો જોઈએ, જેથી કરીને તેઓ પોતાની સુરક્ષા સારી રીતે કરી શકે છે. કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેની ખાસ કાળજી લેવી જોઈએ.

રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર

'બિપોરજોય' વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. 

13,14,15 ભારે વરસાદની આગાહી

13મી જૂને નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદ થવાનું અનુમાન છે.14 જૂને દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ, કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાનો વર્તારો છે. તો 15 જૂને દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે.

IMDએ જાહેર કરેલી માહિતી બાદ ફરી ગુજરાત પર ખતરો વધ્યો 

IMD અનુસાર, વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. જખૌ પોર્ટ ખાતે પવનની ગતિમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર કચ્છ અને સૌરાષ્ટ્ર માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. પવનની ગતિ પણ વધી ગઈ છે. હવે બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી ફક્ત 460 કિ.મી. દૂર રહી ગયું છે. 

કરાચી પોર્ટ ટ્રસ્ટ (KPT)એ રેડ એલર્ટ જારી કર્યું

કરાચી પોર્ટ ટ્રસ્ટ (KPT)એ રેડ એલર્ટ જારી કર્યું છે કેમ કે પૂર્વ મધ્ય અરબ સાગરની ઉપર બિપરજોય વાવાઝોડું તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. પાકિસ્તાને જણાવ્યું કે આ વાવાઝોડું મહાનગરની દક્ષિણે લગભગ 900 કિ.મી. દૂર હોવાનું અનુમાન હતું.   કરાચી પોર્ટ ટ્રસ્ટે વીએસસીએસ બિપરજોયને કારણે જહાજો અને પોર્ટની સુવિધાઓની સુરક્ષા માટે ઈમરજન્સી દિશાનિર્દેશો જારી કરાયા છે. 

જામનગર શહેરમાં વાવાઝોડાની અસર જોવા મળી

આ તોફાની પવનના વંટોડીયામાં જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ, લાલ બંગલા સર્કલ, હવાઈચોક, કિસાન ચોક, રતનભાઇ મસ્જિદ, પટેલ કોલોની સહિતના જુદા-જુદા ૧૬ વિસ્તારોમાં જુના ઝાડ પડી ગયાના અહેવાલો મળ્યા છે, જેને લઈને મહાનગરપાલિકા ના ટેલીફોન રણકયા હતા. જામનગરની ફાયર બ્રિગેડ શાખાની જુદી જુદી પાંચ ટુકડીઓ કરવત, રસ્સા, સહિતની સાધન સામગ્રી લઈને તમામ સ્થળો પર પહોંચી ગઈ છે, અને માર્ગ પર પડેલા ઝાડ ની ડાળીઓ કરવત વડે કાપીને દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવવા માટેની કવાયત હાથ ધરી લેવામાં આવી હતી.

Cyclone Biparjoy Updates : ગીર સોમનાથમાં 6 મકાનો ધરાશાઈ, ભુજમાં દિવાલ અને જસદણમાં ઝાડ પડતાં કુલ 3નાં મોત, કચ્છમાં સ્થળાંતરની કામગીરી શરૂ 11 - image

જામનગરમાં વાતાવરણમાં  પલટો 

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં  પલટો જોવા મળ્યો છે. શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. 

વલસાડ જિલ્લામાં વાવાઝોડાની અસર, વૃક્ષ ધરાશાયી થતા બે લોકો ઈજાગ્રસ્ત 

વલસાડ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર દેખાઈ. જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે જ શહેરમાં પણ ભારે પવનને કારણે બેચર રોડ પર એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. જેથી રોડ પર પસાર થતું એક પરિવાર વૃક્ષ નીચે દબાયું હતું. જેના કારણે બે લોકોને ઈજા થઈ હતી.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે દરિયામાં માછીમારોને સાવચેત કર્યા

વાવાઝોડાની શક્યતાને પગલે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે દરિયામાં માછીમારોને સાવચેત કર્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ એકમો જહાજો, એરક્રાફ્ટ અને રડાર સ્ટેશન દ્વારા સમુદ્રમાં જહાજોને નિયમિત સલાહ સૂચનો આપી રહ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડની તમામ કોસ્ટ એસ્ટાબ્લિશમેન્ટ્સ ચક્રવાતને ધ્યાનમાં રાખીને પૂરતી સાવચેતી રાખવા એર ક્રાફટથી સૂચના આપવામાં આવી રહી છે. 

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ!, અબંલાલ પટેલની મોટી આગાહી

વાવાઝોડા અંગે અબંલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.  અંબાલાલે વાવાઝોડા અંગે જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડાની અસર ભારે થઇ શકે છે.  વાવાઝોડું ઓમાન તરફ નહિ ફરવાની સંભાવના છે. કેમ કે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે. તેનો ભેજ પૂર્વ ભારત તરફ ખેંચાઇ જાય છે. જેના કારણે મારા અનુમાન મુજબ, વાવાઝોડું ઓમાનને બદલે ગુજરાત કાંઠા નજીક આવવાની સંભાવના છે.

અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદની આગાહી 

હવામાન વિભાગે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ પડે તેવી આગાહી કરી છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. વાવાઝોડાના પગલે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને ચેતવણી આપવમાં આવી છે. આગામી 13મી જૂને પવનની ઝડપ 70 કિમી થવાની સંભાવના છે. બે દિવસ દરમિયાન પવન 35થી 45 કિમીની ઝડપે ફૂંકાશે.

NDRFની બે ટીમો પોરબંદર, ગીર-સોમનાથ અને વલસાડ જવા રવાના

બિપરજોયને લઈને ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ત્યારે  વડોદરાના જરોદ ખાતે આવેલી NDRFની 6 બટાલિયનને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. આજે જરોદ ખાતેથી NDRFની 6 બટાલિયનની બે ટીમો રેસ્ક્યૂ સામગ્રી સાથે પોરબંદર, ગીર-સોમનાથ અને વલસાડ જવા રવાના થઇ હતી. જયારે એક ટીમ આરઆરસી ગાંધીનગર ખાતેથી રવાના થઇ હતી. 

13 જૂન સુધી ડુમસ અને સુંવાલી બીચ બંધ, સુરત પોલીસનું જાહેરનામું

સુરતના ડુમસ અને સુંવાલી બીચ પણ હવામાનને જોતા  બંધ કરી દેવાયો છે. આજથી 13 જૂન સુધી પર્યટકોને બીચ માટે બંધ કરી દેવાયો છે.  પોલીસનો  ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

તિથલ બીચ પ્રવાસીઓ માટે 14 જૂન સુધી બંધ 

ચક્રવાત બિપરજોય પહેલા વલસાડના તિથલ બીચ પર ઊંચા મોજા જોવા મળ્યા. જેને પગલે વલસાડ વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલા તરીકે તિથલ બીચ પ્રવાસીઓ માટે 14 જૂન સુધી બંધ કરવામાં આવ્યો છે. 

બિપરજોય આગામી 24 કલાકમાં વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરી શકે 

ભારતીય હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન બિપરજોય આગામી 24 કલાકમાં વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરી શકે  છે. આ ચક્રવાતી તોફાન ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. IMDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 9મી જૂને ભારતીય સમય અનુસાર 23.30 કલાકે 16.0N અને 67.4E લાંબા અક્ષાંશ નજીક પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન BIPARJOY વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. અને આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધે તેવી સંભાવના છે. 

વાવાઝોડાને લઈને ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાને લઈને ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. હાલ પર્વત પર 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

તલાટીઓને સ્ટેન્ડબાય પર રહેવાનો આદેશ

ગુજરાતના વિવિધ ભાગોમાં બિપોરજોય વાવાઝોડાના પૂર્વે  તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વડોદરા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તલાટીઓને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ અપાયો છે. જિલ્લા અને તમામ તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર '1077' જાહેર કરવામાં આવ્યો છે. 8 તાલુકામાં લાયઝન ઓફિસરની નિમણૂક કરાઈ છે.

સુરત જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરનો આદેશ

સંભવિત બિપોરજોય વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. તમામ કર્મચારીઓની રજા રદ કરી હાજર થવા આદેશ કરાયો છે. તબીબી કારણોસર મંજુર થયેલ રજા સિવાય અન્ય રજાઓ રદ્દ કરવામાં આવી છે. શહેર-જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટરે વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી સાવચેતી અને સલામતીના પગલાં લેવા સૂચના આપી છે. ઇન્ચાર્જ કલેકટર બી.કે.વસાવા દ્વારા પણ પૂર્વ મંજૂરી સિવાય હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે.  

માંડવી બીચ 12 જૂન સુધી  બંધ 

અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું માંડવી બંદર તરફ ફંટાય એવી આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. માંડવી બીચને 9થી 12 તારીખ સુધી બંધ કરાયો છે. દરિયાકિનારા પર ખાણીપીણી સહિતનો વેપાર કરતા લોકોને માલસામાન સાથે ત્યાંથી સ્થાનાંતર થવા તંત્રએ સૂચના આપી દીધી છે. આ ઉપરાંત કચ્છ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના સાતેય બંદર પર બહાર લોકોની અવર જવર બંધ કરાવી છે.

અલંગના દરિયામાં જોવા મળ્યો જોરદાર કરંટ

ભાવનગરમાં આજથી ચાર દિવસ વાવાઝોડાને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાં ભેજનું પ્રમાણ 41 ટકા નોંધાયું છે અને પ્રતિ કલાક 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે અલંગના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે.

વલસાડના તિથલ બીચને બંધ કરી દેવામાં આવ્યો 

ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. વલસાડના તિથલ બીચને બંધ કરીને ત્રણ કિલોમીટર સુધી કડક પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત દરિયાકાંઠાનાં 42 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદના હવામાન વિભાગે કરી આગાહી 

અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 830 કિમી દૂર છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી છે. આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ પડશે. આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 2 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું 6 કિમીની ઝડપે વધી રહ્યું છે.  

ચક્રવાત ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે ચેતવણી જાહેર કરવામાં આવી છે કે ચક્રવાત ધીમે ધીમે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે જેને પગલે દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બની ગયુ છે તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે તેમજ નેશનલ અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની 11 ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. 

Tags :