Get The App

બિપરજોય વાવાઝોડું અતિ ગંભીર થયું, PM મોદીએ હાઈ લેવલની બેઠક બોલાવી, વાંચો 10 મહત્ત્વના મુદ્દા

ગુજરાત સરકારે NDRF અને SDRFની ટીમો તટીય વિસ્તારોમાં તહેનાત કરવાની શરૂઆત કરી

હવામાન વિભાગે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી જાહેર કરી

Updated: Jun 12th, 2023

GS TEAM


Google News
Google News
બિપરજોય વાવાઝોડું અતિ ગંભીર થયું, PM મોદીએ હાઈ લેવલની બેઠક બોલાવી, વાંચો 10 મહત્ત્વના મુદ્દા 1 - image

image : Twitter

બિપરજોય વાવાઝોડુ અતિ ગંભીર તોફાની વાવાઝોડુંની કેટેગરીમાં પ્રવેશતાં વડાપ્રધાન મોદીએ તાબડતોબ હાઈ લેવલની બેઠક યોજવાની ફરજ પડી છે. PM મોદીએ આ દરમિયાન એક રિવ્યૂ બેઠક બોલાવી છે જેમાં સ્થિતિની માહિતી મેળવવામાં આવશે.  તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવશે. આ બેઠક 1 વાગ્યે યોજાશે. આ વાવાઝોડું ગુજરાતના કચ્છ તથા પાકિસ્તાન કરાંચી વચ્ચે ત્રાટકવાની સંભાવનાઓ વધી ગઈ છે.

1. તોફાની વાવાઝોડું બિપરજોય ખૂબ જ ઝડપથી ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ રહ્યું છે. તે કચ્છ અને પાકિસ્તાનના કરાંચી તટ નજીક 15 જૂન સુધી ત્રાટકી શકે છે. તેને ધ્યાનમાં રાખીને જ ગુજરાત સરકારે NDRF અને SDRFની ટીમો તટીય વિસ્તારોમાં તહેનાત કરવાની શરૂઆત કરી દીધી છે. 6 જિલ્લામાં આશ્રય કેન્દ્ર ઊભા કરાયા છે.  

2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થિતિનો તાગ મેળવવા માટે અને બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કરાયેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે તાબડતોબ હાઈ લેવલની બેઠક બોલાવી છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. બેઠક 1 વાગ્યે યોજાશે. 

બિપરજોય વાવાઝોડું અતિ ગંભીર થયું, PM મોદીએ હાઈ લેવલની બેઠક બોલાવી, વાંચો 10 મહત્ત્વના મુદ્દા 2 - image

3. હવામાન વિભાગે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠે દરિયાની સ્થિતિ બુધવાર સુધીમાં ખરાબમાં ખરાબ અને ગુરુવારે અતિ ખરાબથી પણ વધુ રહેવાની શક્યતા છે.  

4. એક અધિકારીએ કહ્યું કે આગામી 13થી 15 જૂન વચ્ચે ભારે વરસાદ થવાની અને 150 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાથી કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર થવાની શક્યતા છે. 

5. કચ્છ જિલ્લામાં અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને અસ્થાયી આશ્રયસ્થળોએ શિફ્ટ કરવાનું શરૂ કરીદીધું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે કોઈપણ ઈમરજન્સીની સ્થિતિનો સામનો કરવા માટે તટીય જિલ્લાઓની તૈયારીઓની સમીક્ષા કરવા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત કરી હતી.   

6. અરબ સાગરના તટ પર ગુજરાતના વલસાડમાં લોકપ્રિય પર્યટન સ્થળ તીથલ બીચને ઊંચા મોજાઓને કારણે અસ્થાયી રીતે પર્યટકો માટે બંધ કરાયાની જાહેરાત કરાઈ છે. 

7. હવામાન વિભાગે માછીમારોને સલાહ આપી છે કે તેઓ ગુજરાત, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપના સમુદ્રમાં ન જાય. 

8. રાહત કમિશનર આલોક પાંડેએ કહ્યું કે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે તટીય જિલ્લાના જિલ્લાધિકારીઓ, સૈન્ય, નેવી અને ભારતીય કોસ્ટગાર્ડના પ્રતિનિધિઓ અને જુદા જુદા વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. 

9.અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થઇ ચૂકેલા બિપરજોયની અસર મુંબઈમાં દેખાવા લાગી છે. ભારે વરસાદ અને ઝડપી પવનને લીધે મુંબઈ થંભી ગયું હોય તેવું દેખાય છે. એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. રન-વે બંધ કરવાની ફરજ પડતાં અનેક ફ્લાઈટો રદ કરાઈ છે. 

10.બીજી બાજુ એર ઈન્ડિયાએ ટ્વિટ કરીને ખરાબ હવાનની સ્થિતિ અને મુંબઈ એરપોર્ટ પર રનવેને અસ્થાયી રીતે બંધ કરાયાની માહિતી આપતાં યાત્રીઓને પડી રહેલી તકલીફ બદલ માફી માગી હતી. 

Tags :