Gujarat

જામનગર માં 'ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ' મામલે સાઇબર ક્રાઈમ સેલ દ્વારા વધુ એક ગુનો દાખલ કરાયો

By GS Team
5 Jan 20222 mins read
This article was originally published on 5 Jan 2022
જામનગર માં 'ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ'  મામલે સાઇબર ક્રાઈમ સેલ દ્વારા વધુ એક ગુનો દાખલ કરાયો

જામનગર તા. 04

જામનગર શહેરમાં સાઇબર ક્રાઈમ સેલ દ્વારા ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ મામલે  તપાસ કરાયા પછી મોરકાંડ માર્ગે  રહેતો  એક શખ્સ  ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ ને લગતા એડલ્ટ વિડીયો  ,અને ફોટા સાથે મળી આવ્યો હતો. પોતાના મોબાઈલ ફોનમાં ચાઇલ્ડ ના અશ્લીલ વિડિયો રાખવા બદલ તેની ધરપકડ કરી લઈ તેનો મોબાઈલ ફોન કબ્જે કર્યો છે, અને તેની સામે આઈ.ટી.એકટ મુજબ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. જેના મોબાઈલ ને એફ.એસ.એલ.માં મોકલી દેવાયો છે.

જામનગર શહેર માં ચાઇલ્ડ પોર્નોગ્રાફી ને મામલે પ્રથમ ગુનો બે દિવાસ પહેલા નોંધવામાં આવ્યો હતો. રાજ્યના પોલીસ તંત્ર દ્વારા 1 જાન્યુઆરી થી ૫ જાન્યુઆરી ના સમયગાળા દરમિયાન બાળકો ને લગત એડલ્ટ ગુનાઓ અટકાવવા માટે તેમજ ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતી જરૂરી તપાસની કાર્યવાહી કરવાના ભાગરૂપે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ અંગે સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી છે. જેના અનુસંધાને જામનગર શહેરમાં પણ 1 જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધી પાંચ દિવસના સમયગાળા દરમિયાન ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ અંગે ની સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી છે.

 જેમાં બે દિવસ પહેલા જામનગર ની સાયબર ક્રાઇમ પોલીસ  દ્વારા   ગોકુલનગર વિસ્તારમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના શકમંદ એવા ધર્મેશ અશોકભાઈ પરમાર નામના શખ્સને પકડી પાડયો હતો, અને તેના મોબાઇલ ફોનની ચકાસણી કરતાં તેના મોબાઇલ ફોનના ઇન્સ્ટાગ્રામ માંથી ચાઇલ્ડ ને લગતી પોનોગ્રાફી ની ક્લિપ મળી આવી હતી. ઉપરાંત તેણે આ વીડિયો ક્લિપ અન્યને પણ સેન્ડ કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી, અને તેની સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઇ.ટી. એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો દરમ્યાન આવા જ અન્ય એક ગુના માં આજે મોરકંડા માર્ગે રહેતા જયંતિલાલ કરશનભાઈ પરમાર ને પણ પોલીસે ઝડપી લીધો હતો .અને તેનો મોબાઈલ ફોન કબ્જે લેવા માં આવ્યો હતો.તેમા એડલ્ટ વિડીઓ અને ફોટા જોવા મળ્યા હતા. આથી પોલીસ દ્વારા  તેનો મોબાઈલ ફોન કબ્જે કરી લઇ એફ.એસ.એલ માં મોકલી દેવામાં આવ્યો છે.