Get The App

VIDEO: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોની ગુંડાગીરીના CCTV: વાડજમાં પાન પાર્લર પર ગ્રાહકને કાચની બોટલ મારતા ગંભીર રીતે ઘાયલ

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોની ગુંડાગીરીના CCTV: વાડજમાં પાન પાર્લર પર ગ્રાહકને કાચની બોટલ મારતા ગંભીર રીતે ઘાયલ 1 - image

Ahmedabad News : અમદાવાદમાં અસામાજિક તત્ત્વોની દાદાગીરી અને ગુંડાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાડજ વિસ્તારમાં વ્યાસવાડી પાસે આવેલા પાન પાર્લર પર કેટલાક અસામાજિક તત્ત્વોએ ગ્રાહક સાથે ઝઘડો કરીને હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક ગ્રાહક કાચની બોટલ વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયો છે. સમગ્ર ઘટના પાન પાર્લરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 


વાડજમાં પાન પાર્લર પર ગ્રાહકને કાચની બોટલ મારતા ગંભીર રીતે ઘાયલ

મળતી માહિતી મુજબ, આ સમગ્ર બનાવ વાડજના વ્યાસવાડી ચાર રસ્તા પાસે આવેલા પાન પાર્લરમાં બન્યો હતો. અહીં કેટલાક અસામાજિક તત્ત્વોએ પાન પાર્લર પર આવીને હાજર એક ગ્રાહક સાથે બબાલ શરૂ કરી હતી. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી એટલી હદે વધી ગઈ કે આ આરોપીએ પાન પાર્લર ખાતે આતંક મચાવીને તોડફોડ શરૂ કરી દીધી હતી.

ગ્રાહકને કાચની બોટલ મારી અને દુકાનમાં નુકસાન કર્યું નુકસાન 

અસામાજિક તત્ત્વોએ પાન પાર્લરના ફ્રીજના કાચ તોડી નાખ્યા હતા. હુમલા દરમિયાન આ ચિરાગ મુંધવા નામના ગ્રાહકને કાચની બોટલ માથામાં મારતા તે ઘાયલ થયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પાન પાર્લરમાં થયેલી આ ગુંડાગીરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ જાહેરમાં કર્યું ફાયરિંગ, પોલીસ કાફલો ઘટનાસ્થળે

પાન પાર્લરના માલિકે તાત્કાલિક આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ચાર અસામાજિક તત્ત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાની અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે.