For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રથમ તબક્કો : ભાજપ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ.13.40 કરોડ, સૌથી વધુ ગુના AAP ઉમેદવારો પર, આ ઉમેદવારની સંપત્તિ 1000 રૂપિયા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ઉમેદવારોનો ADR રિપોર્ટ જાહેર કરાયો

ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ, શૈક્ષણિક લાયકા, આવક-સંપત્તિનો રિપોર્ટમાં ખુલાસો કરાયો

Updated: Nov 24th, 2022

અમદાવાદ,તા.24 નવેમ્બર-2022, ગુરુવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીને બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે ADR (એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિફર્મ) દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં તેમનો ગુનાહિત ઈતિહાસ સહિત, શૈક્ષણિક લાયકાત, આવક અને સંપત્તિને લઈને ખુલાસા કરવામાં આવ્યાં છે. ત્યારે નજર કરીએ આ રિપોર્ટના મહત્વના મુદ્દાઓ પર...

2017 કરતા 2022માં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ

આ રિપોર્ટમાં પ્રથમ તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં 788 ઉમેદવારો માંથી 167 ઉમેદવારો (21 ટકા) પર ગુનાઓ દાખલ છે. જ્યારે 167 ઉમેદવાર માંથી 100   (13 ટકા) સામે ગંભીર ગુનાઓ છે. 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારો માંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા જેમાં 78 ઉમેદવાર (8 ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા.

211 ઉમેદવારો કરોડપતિ

વિધાનસભાન ચૂંટણીના પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. જેમાં 2.88 કરોડ રૂપિયા ઉમેદવારોની સરેરાશ મિલકત હોવાનું જાણવા મળી રહ્યું છે. 

પક્ષ પ્રમાણે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર પર એક નજર

  • AAPના 88 ઉમેદવારો માંથી 32 ઉમેદવારો (36 ટકા) સામે ગુના દાખલ છે 
  • કોંગ્રેસના 89 ઉમેદવારોમાંથી 31 (35 ટકા) સામે ગુના દાખલ 
  • જ્યારે ભાજપના 89 ઉમેદવારો માંથી 14 ઉમેદવાર (16 ટકા) સામે ગુના દાખલ 
  • BTP ના 14 ઉમેદવારોમાંથી 4 ઉમેદવાર (29ટકા) ઉમેદવાર સામે ગુના દાખલ

ભાજપના ઉમેદવારો સૌથી વધુ કરોડપતિ

  • પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત 2.88 કરોડ છે. 2017માં આ આંકડો 2.16 કરોડ હતો.
  • સરેરાશ મિલકત પક્ષ પ્રમાણે BJPના કુલ 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 13.40 કરોડ થાય છે.
  • જ્યારે કોંગ્રેસના 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 8.38 કરોડ
  • AAPના 88 ઉમેદવારોની સરેરાશ મિલકત 1.99 કરોડ છે
  • જ્યારે ભારતીય ટ્રાઇયબલ પાર્ટી (BTP)ના 14 ઉમેદવારોની સરેરાશ મિલકત 23.39 કરોડ છે
  • પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ, જુઓ સૌથી વધુ મિલકત કોની પાસે
  • રાજકોટ દક્ષિણના ભાજપના રમેશ ટીલાળા પાસે કુલ 175 કરોડની મિલકત
  • કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 162 કરોડની મિલકત
  • જામનગર જિલ્લાની માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની 130 કરોડની મિલકત
  • દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે 115 કરોડની કુલ મિલકત
  • જામનગર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા પાસે કુલ 97 કરોડ મિલકત
  • પારડીના ભાજપ ઉમેદવાર કનુ દેસાઈ પાસે 10 કરોડથી વધુની મિલકત

ઝીરો મિલકત ધરાવતા ઉમેદવારો

  • બહુજન સમાજ પાર્ટીના તાપીના રાકેશ ગામીત, કુલ મિલકત 1000 રૂપિયા
  • ભાવનગરના અપક્ષ ઉમેદવાર જયા બોરીચા પાસે 3000 રૂપિયા મિલકત

સૌથી વધુ દેવાદાર ઉમેદવારો

  • રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ
  • કચ્છના રાપરના કોંગ્રેસ ઉમેદવાર બચુ અરેઠીયા
  • સોમનાથ જિલ્લાની ગીર સોમનાથ ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમલ વાળા

ગંભીર ગુનાવાળા ઉમેદવારો પર પક્ષ પ્રમાણે એક નજર

  • AAP પક્ષના કુલ 88 ઉમેદવારોમાંથી 26 (30%) સામે ગંભીર ગુનાઓ દાખલ 
  • કોંગ્રેસના કુલ 89 ઉમેદવારો પૈકી 18 (20%), સામે ગંભીર ગુનાઓ 
  • BJPના   89માંથી 11 (12%) અને BTP ના 14 ઉમેદવારો પૈકી 1 (7%) ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ

મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવાર પર એક નજર 

  • કુલ 9 મહિલા ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે 
  • મર્ડરને લગતા ગુનાઓ – 3
  • મહિલાઉમેદવારો સામે IPC -302 મુજબ ના ગુનાઓ દાખલ થયેલા છે, 
  • જ્યારે 12 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, તેવું ઉમેદવારોએ જાહેર કર્યું છે. 
  • 25 વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણ થી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે,એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામા આવ્યા છે. 
  • 2017 માં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 21 (24%) હતી
Gujarat