Get The App

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની છ ટીમ ત્રાટકી, દસ્તાવેજો અને ફાઈલો કરી જપ્ત

Updated: Nov 19th, 2024

GS TEAM

Google News
Google News
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની છ ટીમ ત્રાટકી, દસ્તાવેજો અને ફાઈલો કરી જપ્ત 1 - image


Khyati Hospital Controversy : અમદાવાદ શહેરમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની છ જેટલી ટીમોએ ખ્યાતિ હોસ્પિટલ પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન કેટલાક મહત્ત્વના દસ્તાવેજ, ફાઈલો અને ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની છ ટીમ ત્રાટકી, દસ્તાવેજો અને ફાઈલો કરી જપ્ત 2 - image

આરોપી ડોક્ટરને સુવિધા આપનારા પોલીસકર્મી સામે કાર્યવાહી

ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડમાં સામેલ આરોપી પ્રશાંત વજીરાણીને સુવિધા આપનાર હેડ કોન્સ્ટેબલ લાલસંગ સામે કાર્યવાહી કરાઈ છે. ફરજમાં બદેરકારી બદલ તેને સસ્પેન્ડ કરી દેવાયા છે. મળતી માહિતી અનુસાર, આરોપી પ્રસાંત વજીરાણીને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટ અને ઘરનું જમવાનું આપવાની સુવિધા આપી હતી.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં ગોટાળા: વડોદરાની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલનો ઓન્કોલોજી વિભાગ બંધ

સ્ટેન્ટ કાંડ બાદ ખ્યાતિ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ

PMJAY કૌભાંડને લઈને આરોગ્ય વિભાગે ખ્યાતિ સહિતની સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. જેમાં અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની 1-1 હોસ્પિટલ તેમજ ગીર સોમનાથની હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની છ ટીમ ત્રાટકી, દસ્તાવેજો અને ફાઈલો કરી જપ્ત 3 - image

ચાર ડૉક્ટર સસ્પેન્ડ

મળતી માહિતી મુજબ, હોસ્પિટલની સાથે-સાથે મલ્ટિસ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જે હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ચાર ડૉકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલનો ડૉ. પ્રશાંત વજીરાણી પણ સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન હજુ જો અન્ય કોઈ હોસ્પિટલ કે ડૉક્ટરના આ કૌભાંડમાં નામ સામે આવશે તો તે તમામની સામે પણ આ પ્રકારની જ કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, આ તમામ હોસ્પિટલ અને ડૉક્ટર્સ સામે હજુ સુધી ફોજદારી ગુના હેઠળ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો : 'ગુજરાતમાં સૌથી ભ્રષ્ટ મહેસૂલ ખાતું, બિન ખેડૂતોને ખેડૂત બનાવવાનું કૌભાંડ': અમિત ચાવડા

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની છ ટીમ ત્રાટકી, દસ્તાવેજો અને ફાઈલો કરી જપ્ત 4 - image

શું હતી સમગ્ર ઘટના?

કડીમાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરિવારે હોસ્પિટલમાં સામે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા હતા.

Tags :