Gujarat

ગુજરાત સહિત દેશભરની ગાયો ભેંસ કરતાં દૂધ આપવામાં અગ્રેસર, જાણો 2024માં કેટલું ઉત્પાદન થયું

By GS TEAM
22 Aug 20252 mins read
TukuTouch Logo
દેશના સંતો સદીઓથી ગૌમાતાની બંધારણીય રક્ષા થાય અને ગૌવંશની કતલ સંપૂર્ણબંધ થાય તેવી માંગણી કરતા રહ્યા છે અનેક આંદોલનો પણ થયા છે. માતા તરીકે પૂજાતી ગાયોનું આર્થિક મૂલ્ય આજના સમયમાં પણ અન્ય દુધાળા પશુ કરતા વધુ છે. તે વાતની વધુ એક પ્રતીતિ સંસદમાં તાજેતરમાં અપાયેલી માહિતી પરથી થઈ છે જે મૂજબ દેશમાં કૂલ 2393 લાખ ટન દૂધ ઉત્પાદન થાય છે, જેમાં ગાયોનો ફાળો સર્વાધિક 53.12 ટકા અને ભેંસોનો 43.62 ટકા છે. એટલે કે આજે પણ ભેંસ કરતા ગાયો 10 ટકા વધુ દૂધ દેશને આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત સહિત દેશભરની ગાયો ભેંસ કરતાં દૂધ આપવામાં અગ્રેસર, જાણો 2024માં કેટલું ઉત્પાદન થયું
AI Images

Cows Produce More Milk: દેશના સંતો સદીઓથી ગૌમાતાની બંધારણીય રક્ષા થાય અને ગૌવંશની કતલ સંપૂર્ણબંધ થાય તેવી માંગણી કરતા રહ્યા છે અનેક આંદોલનો પણ થયા છે. માતા તરીકે પૂજાતી ગાયોનું આર્થિક મૂલ્ય આજના સમયમાં પણ અન્ય દુધાળા પશુ કરતા વધુ છે. તે વાતની વધુ એક પ્રતીતિ સંસદમાં તાજેતરમાં અપાયેલી માહિતી પરથી થઈ છે જે મૂજબ દેશમાં કૂલ 2393 લાખ ટન દૂધ ઉત્પાદન થાય છે, જેમાં ગાયોનો ફાળો સર્વાધિક 53.12 ટકા અને ભેંસોનો 43.62 ટકા છે. એટલે કે આજે પણ ભેંસ કરતા ગાયો 10 ટકા વધુ દૂધ દેશને આપે છે.

મહારાષ્ટ્ર સરકારે ગાયોને રાજ્યમાતાનો દરજ્જો આપ્યો

દેશમાં વર્ષ 2023-24ના વર્ષમાં દેશમાં 1,27,105,000 ટન એટલે કે 1271.05 લાખ ટન દૂધ ગાયોનું મળ્યું હતું અને 1043.88 લાખ ટન દૂધ ભેંસોથી મળ્યું હતું. મહત્તમ દૂધ આપતી દેશી ગાયોનું સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને કૃષિવિષયક મહત્ત્વ સમજીને મહારાષ્ટ્ર સરકારે ગાયોને રાજ્યમાતાનો દરજ્જો જાહેર કર્યો છે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવા દરજ્જો સાથે ગૌરક્ષાની માંગ થતી રહી છે.

આ પણ વાંચો: આણંદમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કારે પાંચ લોકોને ફંગોળ્યા, અકસ્માત સર્જનાર પોલીસ જવાન હોવાની આશંકા

ગુજરાતમાં આ વર્ષમાં ગાયોના દૂધનું 96,85,000 ટન ઉત્પાદન થયું હતું. ત્યારે પડોશી રાજ્ય અને વિશાળ રણ ધરાવતા રાજસ્થાનમાં દેશનું સૌથી વધારે 1,48,06,000 ટન ઉત્પાદન થયું હતું, જે ગુજરાત કરતા 53 ટકા વધારે છે. આ જ રીતે ભેંસોનું દૂધ પણ ગુજરાતમાં 83.15 લાખ ટન સામે રાજસ્થાનમાં 167.89 લાખ ટન થયું છે જે આશરે બમણું છે.