Get The App

VIDEO: ગોધરામાં ગૌતસ્કરો કેમેરામાં કેદ, સ્થાનિક જાગી જતાં ચાર જણાં કાર લઇને ભાગ્યા

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ગોધરામાં ગૌતસ્કરો કેમેરામાં કેદ, સ્થાનિક જાગી જતાં ચાર જણાં કાર લઇને ભાગ્યા 1 - image


Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરામાં ગૌ તસ્કરો ફરી એકવાર બેફામ બન્યા છે. શહેરના સાયન્સ કોલેજ રોડ પર આવેલી સરદાર પટેલ સોસાયટીમાં વહેલી સવારે ગૌવંશની તસ્કરી કરવાનો પ્રયાસ થયો હતો. જોકે, સોસાયટીના લોકો જાગીને સમયસર બૂમાબૂમ કરતાં ગૌ તસ્કરોને પોતાનો ઈરાદો પડતો મૂકી કાર લઈને ભાગી છૂટ્યા હતાં.

જાહેર વિસ્તારમાંથી ગૌ તસ્કરીનો પ્રયાસ

મળતી માહિતી અનુસાર, ગોધરાના જાહેર વિસ્તાર અને રહેણાંક સોસાયટીમાંથી વહેલી સવારે ગાયની તસ્કરીનો પ્રયાસ થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં પણ સામે આવી છે, જેમાં તસ્કરોની હિલચાલ સ્પષ્ટપણે જોઈ શકાય છે.


આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી ₹60 લાખનું સોનું ઝડપાયું, આઇડિયા જોઇને મગજ ભમી જશે

ગોધરા શહેર પોલીસ પર સવાલ

સોસાયટીના લોકો અને ગૌરક્ષકો દ્વારા આ ઘટનાને લઈને ગોધરા શહેર પોલીસના પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે. સ્થાનિકોની ફરિયાદ છે કે, ગોધરામાં અવારનવાર ગૌ તસ્કરી કરતા હોવાના વીડિયો સામે આવતા હોય છે, તેમ છતાં ગૌ તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગે છે. રહીશોએ માંગ કરી છે કે, પોલીસે જાહેર વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરી આવા ગૌ તસ્કરી કરતા તત્ત્વોને તાત્કાલિક પકડી પાડી કડક કાર્યવાહી કરવી જોઈએ.

Tags :