સુરતની ટયુશન શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટની મંજુરી, સગીર વિદ્યાર્થીથી થઇ હતી ગર્ભવતી
Surat Teacher News: 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી અને ગર્ભવતી બનેલી સુરતના પુણા ગામની ટયુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સુરતની સ્પેશિયલ કોર્ટ (પોકસો) ના જજ રાકેશ ભટ્ટે ગ્રાહય રાખીને ગર્ભપાતની મંજુરી આપતો હુકમ કર્યો છે.
સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકાએ ટયુશન શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડયા બાદ બંને ઘર છોડીને સાથે જતા રહ્યા હતા. પોલીસે બંનેને રાજસ્થાન બોર્ડર પરથી ચાર દિવસ શોષી કાઢયા હતા અને શિક્ષિકા સામે પોક્સો એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો. ત્યારબાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
દરમિયાન શિક્ષિકાએ ગર્ભપાત કરાવવાની મંજુરી માટે વકીલ મારફત કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ત્રણ તબીબો પાસે અભિપ્રાય મંગાવ્યો હતો, તેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અભિપ્રાય મુજબ બાળક કુપોષિત જન્મે તેવી શક્યતા છે અને ગર્ભપાત શિક્ષિકાના હિતમાં હોવાની રિમાર્ક મુકી હતી. મેડિકલ અભિપ્રાય અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે શિક્ષિકાને ગર્ભપાત કરાવવાની મંજુરી આપતો હુકમ કર્યો હતો.
સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને એક અઠવાડીયામાં પ્રક્રિયા પુર્ણ કરવા નિર્દેશ અપાયો છે. ત્યારબાદ શિક્ષિકાનો મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા જણાવાયું છે. જેમાં શિક્ષિકા સ્વસ્થ જણાય તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપીને લાજપોર જેલમાં મોકલવા હુકમ કરાયો છે.
શું હતો સમગ્ર મામલો?
પરવટ પાટિયા-મગોબ રોડ સ્થિત એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘર નજીક કરિણા સ્ટોર ચલાવતા મૂળ રાજસ્થાનના 32 વર્ષના દુકાનદારના બે સંતાન પૈકી મોટો પુત્ર સ્મિત (નામ બદલ્યું છે, ઉ.વ.11) પરવટ પાટિયા વિસ્તારની એક હિન્દી વિદ્યાલયમાં ધો.5માં અભ્યાસ કરે છે. સ્મિત સ્કૂલ ટીચર માનસી રજનીકાંત નાઈ (ઉ.વ. 23 રહે. સમર્પણ એપાર્ટમેન્ટ, ગણેશનગર, પરવટ પાટિયા અને મૂળ. કંથાળી ગામ, તા. ઉંઝા, મહેસાણા) ને ત્યાં ટ્યુશન જતો હતો.
સ્મિત 25 એપ્રિલના રોજ બપોરે રહેણાંક એપાર્ટમેન્ટની નીચે રમવા ગયા બાદ મોડી સાંજ સુધી પરત આવ્યો ન હતો. સ્મિત ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા માતાએ પતિ જાણ કરવાની સાથે સ્થાનિક વિસ્તારમાં શોધખોળ કરી હતી. ઉપરાંત સ્મિતની સ્કુલ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા સ્થિત તેની ટ્યુશન ટીચર માનસીનો હાથ પકડીને જતા નજરે પડયો હતો.
ટીચરના ઘરે ગયા હતા. જયાં ટીચરના માતા-પિતાએ માનસી બપોરે બે વાગ્યા પછી ઘરેથી ગયા બાદ પરત આવી નથી અને ફોન પણ બંધ છે એવું જણાવ્યું હતું. જેથી પુણા પોલીસમાં અપહરણને ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે માનસી સુરત રેલવે સ્ટેશન ઉપર નજરે પડયા હતા. ત્યારબાદ મોબાઇલ ટ્રેસ કરીને શિક્ષિકા અને સગીર વિદ્યાર્થીને રાજસ્થાન બોર્ડર પાસે રાયગઢથી પકડી પાડ્યા હતા.