Get The App

છસીયાણા ગામે દંપતીએ મહિલાને ઝપટ મારી ધમકી આપી

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
છસીયાણા ગામે દંપતીએ મહિલાને ઝપટ મારી ધમકી આપી 1 - image

ખેતરના પાળા પાસે જેસીબી કેમ ચલાવ્યું તેમ કહી

દંપતીએ મહિલા અને તેના પતિને જાતિ વિશે અપમાનિત કર્યાં, ધંધુકા પોલીસમાં ફરિયાદ

ભાવનગરધંધુકા તાલુકાના છસીયાણા ગામે દંપતીએ અમારા ખેતરના પાળા પાસે જેસીબી કેમ ચલાવ્યું તેમ કહી દંપતિએ મહિલાને ગાળો આપી જાતી વિશે અપમાનિત કરી ઝાપટ મારી ધમકી આપી હતી.

ંધુકા તાલુકાના છસીયાણા ગામે રહેતા ભાનુબેન લક્ષ્મણભાઈ વાઘેલા અને તેમના પતિ લક્ષ્મણભાઈ વાઘેલા ખેતરના પાળા નું કામ જેડીબીથી કરાવી રહ્યા હતા.તે દરમિયાન બાજુના ખેતર વાળા વિજય માલાભાઈ ઝાંપડીયાએ અમારા ખેતરના પાળા પાસે જેસીબી શું કામ ચલાવ્યું તેમ કહી જાતિવિષયક અપમાનિત કરી ગાળો આપી વિજયના પત્નિએ મને પકડી રાખી વિજયભાઈએ મારા ગાલ ઉપર બે ઝાપટ મારી તથા વિજયભાઈના પત્નિએ ભાનુબેન જાનથી મારી નાખવાની ધમકી ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ સંદર્ભે ભાનુબેન એ દંપતી વિરૃધ્ધ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.