રાજ્યમાં કોરોનાનો આંકડો ચિંતાજનક સ્તરે, છેલ્લા 24 કલાકમાં 510 નવા કેસ, 31ના મોત
ગાંધીનગર, 18 જુન 2020 ગુરૂવાર
ગુજરાતમાં દરરોજ 500થી વધારે નોંધાઈ રહેલા પોઝિટિવ કેસોથી રાજ્યમાં કોરોનાનો આંકડો ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યો છે. આજે પણ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ કેસના આંક 500ને પાર રહ્યો. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા પોઝિટિવ કેસોની જાણકારી આપવામાં આવી.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 510 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 31 દર્દીઓના મોત થયાં છે. કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1592 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 25,658 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 389 દર્દીઓ સ્વસ્થ થયાં છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ 510 પોઝિટિવ કેસમાંથી અમદાવાદમાં જ 317, સુરતમાં 82, વડોદરામાં 43, ગાંધીનગરમાં 11 પોઝિટિવ કેસો નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 61 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 6178 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 17829 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1592 થયો છે.
જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત